ભાજપ લોહી ચાખી ગયો છે: લાલુપ્રસાદ યાદવ

ભાજપ લોહી ચાખી ગયો છે: લાલુપ્રસાદ યાદવ
ભાજપ લોહી ચાખી ગયો છે: લાલુપ્રસાદ યાદવ

લખીમપુરખીરીની ઘટનાને વખોડી કાઢતા રાજદ નેતા
લખીમપુરખીરીની ઘટના હત્યાનો બનાવ, વિપક્ષો એક બને

યુ.પી. નાં લખીમપુરખીરીની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી રાજદનાં વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુપ્રસાદ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ લોહી ચાખી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપ ક્રૂર રાની પશુ બની ગયો હોવાની લાલુપ્રસાદે આકરી આલોચના કરી હતી.

લાલુપ્રસાદે જણાવ્યું હતું કે, લખીમપુરખીરીમાં ખેડૂતોની હત્યા થયાની ઘટના છતાં વિરોધ પક્ષો એક થઇ શક્યા નથી. એમની વચ્ચે એકતાનો અભાવ દેખાઈ રહ્યો છે.

વિડીયો કોન્ફરન્સથી રાજદના કાર્યકરોને સંબોધન કરતા લાલુપ્રસાદે જણાવ્યું હતું કે, ભાજપને પરાજિત કરવા માટે બધા પક્ષોએ સાથે આવવું પડશે. વિપક્ષમાં એકતાનાં અભાવથી એમણે ખેદ વ્યક્ત કર્યો હતો.

મંડલ રાજકારણનાં પ્રણેતા ગણાતા રાજદનાં વડાએ જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં પટણા આવાનો છું કિડનીમાં સમસ્યા હોવાથી ડોકટરોની સલાહ બાદ જ હું બિહાર આવીશ.

Read About Weather here

આજે આખો દેશ બેકારી અને મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો છે પણ ભાજપને આ સમસ્યાઓ હલ કરવામાં કોઈ રસ નથી. રામ અને રહીમનાં અનુયાયીને સામસામે લડાવીને સતા પર આવી ગયેલો ભાજપ લોહી ચાકી ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here