મેકર્સે આ ફિલ્મમાં શહનાઝ ગિલને લીધી છે. શહનાઝ ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થઈ હતી. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નું ટાઇટલ ‘ભાઈજાન’ થઈ ગયું છે. આ ફિલ્મ અનેક કારણોને લીધે ચર્ચામાં રહી છે. આ ફિલ્મ સ્ટાર-કાસ્ટને કારણે અવારનવાર હેડલાઇનમાં આવી છે. હવે શ્વેતા તિવારીની દીકરી ને ‘બિજલી ગર્લ’ પલક તિવારીને કાસ્ટ કરી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાને જાતે જ પલક તિવારીને ફિલ્મ માટે કાસ્ટ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પલક આ ફિલ્મમાં જસ્સી ગિલની સાથે જોવા મળશે. ફિલ્મમાં બંનેનો શાનદાર ટ્રેક પણ છે. પલકે શૂટિંગ શરૂ કરી દીધું છે.પલકે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. નોંધનીય છે કે પલકે સલમાન-આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
Read About Weather here
‘બિગ બોસ 15’માં પલક સ્પેશિયલ એપિસોડમાં સલમાન ખાન સાથે સ્ટેજ પર જોવા મળી હતી. પલકની માતા શ્વેતા તિવારી ‘બિગ બોસ 4’ની વિનર રહી ચૂકી છે.ફરહાદ સામજીની ફિલ્મમાં ઘણાં કલાકારો છે, વેંકટેશ, પૂજા હેગડે, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ વગેરે છે. પલક ‘બિજલી’ મ્યૂઝિક વીડિયોને કારણે જાણીતી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here