બ્રેકીંગ ન્યુઝ વરસાદનું યલો એલર્ટ

બ્રેકીંગ ન્યુઝ વરસાદનું યલો એલર્ટ
બ્રેકીંગ ન્યુઝ વરસાદનું યલો એલર્ટ
દિલ્હીને શનિવારે પૂરના પાણીથી રાહત મળવાની આશા છે. શુક્રવારે રાત્રે 11 વાગ્યે યમુના નદીનું જળસ્તર 207.98 મીટર નીચે આવી ગયું હતું. છેલ્લા 2 દિવસમાં પ્રથમ વખત પાણીનું સ્તર 208 મીટરથી નીચે આવી ગયું છે. તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.આ તરફ પાણી ઘટી રહ્યું છે, બીજી તરફ હવામાન વિભાગે શનિવારે દિલ્હીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, 15મી જુલાઈએ દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

Read About Weather here

જો આમ થશે તો પૂરના પાણીમાં હજી વધારો થશે.રાજધાનીના ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં યમુના નદીમાં બનેલા ડ્રેનેજનું રેગ્યુલેટર તૂટી ગયું હતું. શુક્રવારે રાત્રે સેનાની મદદથી તેને ઠીક કરવામાં આવ્યું હતું. રેગ્યુલેટરને નુકસાન થવાને કારણે નદીનું પાણી ITO, રિંગ રોડ, સુપ્રીમ કોર્ટ, રાજઘાટ અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયું હતું.સેનાએ ITO બેરેજના જામ થઈ ગયેલા 5 દરવાજા પણ ખોલી દીધા છે.

જો કે, ITO સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ આ કામોમાં રોકાયેલા મજૂરો, સેનાના જવાનો અને અધિકારીઓનો આભાર માન્યો છે.ઓખલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. ગુરુવારે નદીનું જળસ્તર 208.66 મીટર થતાં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે નદીનું જળસ્તર 207.7 પર પહોંચશે ત્યારે વજીરાબાદ અને ચંદ્રવાલના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ ચાલુ કરવામાં આવશે.રાજધાનીમાં 25 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 22 હજારથી વધુ લોકો ટેન્ટ અને અન્ય આશ્રયસ્થાનોમાં રહે છે. NDRFની 16 ટીમો તહેનાત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here