બ્રેકીંગ ન્યુઝ રાજકોટ પોલીસે ચોર-કિડનેપર બની પર્સ ચોર્યા…!

બ્રેકીંગ ન્યુઝ રાજકોટ પોલીસે ચોર-કિડનેપર બની પર્સ ચોર્યા…!
બ્રેકીંગ ન્યુઝ રાજકોટ પોલીસે ચોર-કિડનેપર બની પર્સ ચોર્યા…!
જોકે ગુનાખોરી માટે નહીં પરંતુ લોકોને જાગૃત કરવા પોલીસે આ કીમિયો અજમાવ્યો હતો. શહેરમાં દિ‌‌વાળીનો માહોલ જામ્યો છે, મહિલાઓ ખરીદીમાં તલ્લીન બની છે ત્યારે રાજકોટ પોલીસ ખુદ ચોર અને અપહરણકાર બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI જોશી અને દુર્ગાશક્તિની ટીમ શનિવારે સાંજે ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર પહોંચી હતી, સાંજે ખરીદીનો માહોલ જામ્યો હતો, મહિલાઓથી બજાર ખીચોખીચ હતી, મહિલાઓ ખરીદીમાં તલ્લીન બની હતી

ત્યારે ચોર બનેલી પોલીસે કેટલીક મહિલાના પર્સ સેરવી લીધા હતા તો એક બાળકને રમકડુ આપી ઉઠાવી લીધું હતું. બાદમાં બેબાકળી બનેલી મહિલાઓને પર્સ પાછા આપ્યા હતા અને બાળકને પણ પાછુ આપી આ રીતે ચોર અને અપહરકાર ફાયદો ઉઠાવે છે માટે સતર્ક રહેવા કહ્યું હતું.

પોલીસે પર્સ સેરવી લેતા કેટલીક મહિલાઓના ચહેરા પર અચાનક ચિંતાની લકીર ખેંચાઇ હતી, થોડી જ વારમાં એક બે નહીં પરંતુ 8-10 લોકો બેબાકળા જોવા મળ્યા હતા

અને પર્સ અને બેગમાંથી રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી થયાની રાવ ઊઠી હતી, આ વાત વધુ ફેલાય અને બજારમાં અફરાતફરી મચે તે પહેલા જ એ ડિવિઝન પોલીસ સ્ટાફે મહિલાઓને તેના પર્સમાંથી ચોરી થયેલી કિંમતી વસ્તુઓ પરત કરી, પોલીસે મહિલાઓને કહ્યું હતું કે, તેઓ ખરીદી કરી રહ્યા હતા

ત્યારે તેમની પીઠ પર રહેલી કિટ, ખભા પર ટીંગાડેલ પર્સની ચેઇન ખોલી વસ્તુ કાઢી લીધી હતી, હેતુ ચોરીનો નહોતો પરંતુ પાકીટમારોથી તમને બચાવવાનો હતો, પોલીસે મહિલાઓને આ બાબતે સતર્કતા દાખવવા અપીલ કરી હતી.

ત્યારબાદ પોલીસે એક પરિવારને ટાર્ગેટ કર્યો હતો, એ પરિવારના સભ્યો ખરીદીમાં મશગૂલ હતા ત્યારે પોલીસે પરિવારના પાંચ વર્ષના બાળકને રમકડું બતાવ્યું હતું

અને રમકડું આપવાનું કહી બાળકને પોતાની સાથે ચાલતો કરી દીધો હતો, બાળકને લઇ પોલીસની એક ટીમ થોડે દૂર જતી રહી હતી તો બીજી ટીમ એ પરિવારની હરકત પર વોચ કરી રહી હતી, ખરીદી કર્યા બાદ બાળક નહીં દેખાતા એ પરિવારના હોશકોશ ઊડી ગયા હતા

અને બાળકને શોધવા લાગ્યા હતા, પાંચેક મિનિટમાં તો પરિવારના સભ્યો પરસેવાથી રેબઝેબ થયા હતા. ત્યારે પોલીસ તે બાળકને લઇને આવ્યો હતો અને ખરીદી વખતે બાળકોનું ધ્યાન રાખવા સતર્ક કર્યા હતા.

એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સી.જી. જોશીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોને લઇને બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવાની કમિશનર દ્વારા આપવામાં આવી છે. આથી દુર્ગાશક્તિની ટીમને સાથે રાખીને આ ડ્રાઈવ કરવામાં આવી હતી.

મહિલાઓ ખરીદી કરવા આવે છે તેની બેગમાંથી કિંમતી વસ્તુ સેરવી લેવામાં આવી હતી. બાદમાં ટીમ પાંચ મિનીટની રાહ જોઇ તેના પર વોચ રાખી હતી છતાં આ બાબતની જાણ થઇ નહોતી. બાદમાં તેને વસ્તુ પરત કરી સતર્ક રહેવા સુચના આપવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે,આવી જ રીતે એક પાંચ વર્ષના બાળકને ચોકલેટ અને રમકડુ બતાવી 300થી 400 મીટર દૂર લઇ જવામાં આવ્યું હતું. બાદમાં વાલીને ખબર પડે છે કે, મારૂ બાળક મારી સાથે નથી.

બાદમાં તેને પરત આપી સર્તક કર્યા હતા. લોકો આ પ્રકારનો શિકાર ન બને તે હેતુથી અમે ડ્રાઈવ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓ બજારોમાં ખરીદી કરવા આવે ત્યારે તેની બેગ તે પાછળની સાઇડ લટકાવે છે.

Read About Weather here

આથી મહિલાઓને એટલી જ વિનંતી છે કે, બેગ પાછળની સાઇડ નહીં પણ આગળની સાઇડ લટકાવે જેથી ચોરીનો શિકાર ન બની શકે.આથી ચોરોને અંદર રહેલી કિંમતી વસ્તુ ચોરી કરવામાં આસાની રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here