બ્રેકીંગ ન્યુઝ એક્ટિવા સવાર પર ક્રેઈન ફરી વળી

બ્રેકીંગ ન્યુઝ એક્ટિવા સવાર પર ક્રેઈન ફરી વળી
બ્રેકીંગ ન્યુઝ એક્ટિવા સવાર પર ક્રેઈન ફરી વળી
આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢના કેશોદમાં ગુરુવારે એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળતા મોત નીપજ્યું હતું.  પોલીસે અકસ્માત સર્જનરા ક્રેઈનના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કેશોદના સોંદરડા ગામમાં રહેતાં રત્નકલાકાર મહિલા પ્રવીણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યા હતા

Read About Weather here

ત્યારે જ કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેઈનના ચાલકે અડફેટે લેતા પ્રવીણાબહેન પડી ગયાં હતાં અને ક્રેઈનના તોતિંગ વ્હીલ તેના પર ફરી વળતાં પ્રવીણાબહેનનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, રસ્તાની એક બાજુ રખડતા ઢોરનો અડિંગો છે અને બીજી તરફ અડધા રસ્તા સુધી વાહનો પાર્ક થયેલાં જોવા મળી રહ્યાં છે. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મામલે અકસ્માત સર્જનાર ક્રેઈનના ચાલક સામે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેની વચ્ચેથી પસાર થઈ રહેલી એક ક્રેઈનના ચાલકે બાજુમાં જઈ રહેલા એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારતા પડી ગયા હતા અને તુરંત જ મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here