હાલ દેશમાં દરરોજ 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાય રહ્યાં છે. મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વનો નિર્ણય માનવામાં આવે છે.એવામાં તમામને વેક્સિન યોગ્ય સમયે લાગે તેને ધ્યાનમાં રાખીને સરકારે બૂસ્ટર ડોઝને 18 વર્ષથી ઉપરના લોકો માટે ફ્રી કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી છે કે 16 જુલાઈથી આગામી 75 દિવસ સુધી બૂસ્ટર ડોઝનું આ અભિયાન ચલાવવામાં આવશે. હાલ દેશમાં 199 કરોડ વેક્સિન ડોઝ લગાડવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
હવે સરકાર દ્વારા આ ફ્રી બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમકે દેશમાં મોટા ભાગના લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ બૂસ્ટર ડોઝ લેવામાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. એવામાં લોકો વચ્ચે જાગરુકતા વધે અને તેઓ આવીને વેક્સિન લગાવે, તેથી સરકારે 75 દિવસ માટે ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. થોડાં દિવસ પહેલાં સરકારે બૂસ્ટર ડોઝ લેવાના સમયમાં પણ ઘટાડો કર્યો હતો.
Read About Weather here
પહેલાં બે ડોઝ લીધા હોય તેના 9 મહિના પછી કોઈ બૂસ્ટર લગાવી શકતા હતા, પરંતુ હવે તે સમય ઘટડીને 6 મહિના કરાયો છે.અત્યારસુધીમાં 18થી 59 વર્ષના 77 કરોડ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધા છે. એવામાં આ આંકડા વધારવા માટે ફ્રી અભિયાન શરૂ કરાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here