બ્રેકિંગ ન્યુઝ સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળ્યો…!

બ્રેકિંગ ન્યુઝ સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળ્યો
બ્રેકિંગ ન્યુઝ સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળ્યો
લગભગ 7-8 માસના છોડની હાઈટ 5 ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. છોડ ગાંજાનો જ હોવાથી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો હતો.  હાલ એક જ છોડ મળી આવ્યો હોવાનું જાગ્રત નાગરિકે જણાવ્યું હતું, સાથે સાથે આ બાબતે RMOને પણ જાણ કરી હોવાનું કહ્યું છે. જોકે સરકારી હોસ્પિટલ કેમ્પસમાં ગાંજાના છોડ ઊગી આવ્યા હોવાથી અજાણ RMOના કાને આ વાત પહોંચતાં જ દોડતા થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દરમિયાન પોલીસ દ્વારા છોડને સળગાવી દેવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું છે.કેતન નાયકે (RMO) જણાવ્યું હતું કે ખૂબ જ ગંભીર બાબત છે, એની ચોક્કસ તપાસ કરીશું. જોકે સ્થળ મુલાકાત કરતાં કોઈ અજાણ્યા પોલીસ કર્મચારીઓએ છોડ ઉખાડી 10 મીટરમાં જ સળગાવી દઈ નિકાલ કરી દેતાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. કેતન નાયકે જણાવ્યું હતું કે હું આ છોડને સિવિલના ગાર્ડન વિભાગ અને વન વિભાગને મોકલી ચકાસણી કરાવવાની તૈયારી કરી રહ્યો હતો.

બ્રેકિંગ ન્યુઝ સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળ્યો...! સિવિલ

હવે છોડની ડાળ અને મળી આવેલા પાંદડા મોકલી ચેક કરાવીશ અને કુદરતી વાવણી કે કોઈએ વાવણી કરી છે એની તપાસ કરાવીશ.સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો હોવાની જાણ બાદ સુપરિન્ટેન્ડેન્ટ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પોલીસ કમિશનર ફેટનેશ માટે સિવિલ આવતાં આખું તંત્ર એમાં વ્યસ્ત થઈ ગયું હતું. પોલીસ કમિશનર અજય તોમરની મુલાકાત દરમિયાન જ ગાંજાના મળી આવેલા છોડને લઈ ભાગદોડ મચી ગઇ હતી. જોકે કુદરતી રીતે ગાંજાનો છોડ ઊગી નીકળ્યો હોવાનું હાલ પ્રાથમિક ધોરણમાં બહાર આવ્યું હોય શકે છે, એવું તબીબી અધિકારીઓનું માનવું છે. જોકે તપાસ કરાશે એવું નામ ન લખવાની શરતે કહી રહ્યા છે.સુરત સિવિલ હોસ્પિટલ હાલ વારંવાર વિવાદમાં આવી રહી છે.

ક્યારેક કર્મચારીઓ સાથે તાનાશાહીભર્યું વર્તન તો ક્યારેક દારૂની બાટલીઓને લઈ તો ક્યારેક કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું જેવા અનેક વિવાદો બાદ હવે ગાંજાના છોડ મળી આવતાં સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊભા થયા છે. એક જાગ્રત નાગરિકે દાવો કર્યો છે કે આ છોડ ગાંજાનો છે. નશો કરતા ઈસમોએ પણ છોડ ગાંજાનો હોવાનું કહી રહ્યા છે. 7-8 મહિનાનો છોડ 5 ફૂટથી વધારે ઊંચાઈ ધરાવી રહ્યો હતો. આ છોડ MICU પાછળ આવેલા જંગલી જાડી-ઝાખરામાંથી મળી આવ્યો છે.

Read About Weather here

જાગ્રત નાગરિકનું કહેવું છેકે આવા છોડની વાવણી પર પ્રતિબંધ છે એટલે મારું કામ તંત્રને જાગ્રત કરવાનું છે. બાકી તપાસમાં જે નીકળ્યું એ વિશે મારો દાવો છે કે આ છોડ ગાંજાનો જ છે.હાલ સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે ભાગદોડ કરી પોલીસ પાસે ખડેપગે કામ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ગાંજાના છોડ સુરત સિવિલ કેમ્પસમાં જ મળી આવ્યા હોવાની ચર્ચાએ તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here