બ્રેકિંગ ન્યુઝ સિમેન્ટમાં ભાવવધારો…!

બ્રેકિંગ ન્યુઝ સિમેન્ટમાં ભાવવધારો…!
બ્રેકિંગ ન્યુઝ સિમેન્ટમાં ભાવવધારો…!
કિંમતો વધવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રિયલ એસ્ટેટ સેક્ટરના પોઝિટીવ ગ્રોથના કારણે માગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુધ્ધ બાદ સિમેન્ટની કિંમતોમાં સતત વધારો જોવા મળ્યો છે.  સિમેન્ટની માંગ ચાલુ નાણાકીય વર્ષમાં 7-8 ટકા વધીને આશરે 382 મિલિયન મેટ્રિક ટન થવાની ધારણા છે.ગ્રામીણ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોની મજબૂત માંગને કારણે મદદ મળી હોવાનું ઇકરાના અહેવાલમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉચ્ચ ઇનપુટ ખર્ચ અને ફુગાવાના દબાણને કારણે ઉદ્યોગ માટે “ઓપરેટિંગ માર્જિનમાં 270-320 bps થી 16.8-17.3 ટકા સુધી ઘટાડો થવાની સંભાવના વિશે પણ ઉલ્લેખ કર્યો છે. નાણાવર્ષ 22ના પ્રથમ 11 મહિનામાં સિમેન્ટનું ઉત્પાદન 323 મિલિયન મેટ્રિક ટન હતું. જે વાર્ષિક ધોરણે 22 ટકા વધારે છે. સાયક્લોન અને કમોસમી વરસાદને કારણે નવેમ્બર 2021માં પ્રતિકૂળ અસર પામેલી માંગ ડિસેમ્બર 2021થી વધી હતી.

ઇકરાનો અંદાજ છે કે ઉત્પાદન અંદાજે 18-20 ટકા વધશે અને નાણાકીય વર્ષ 2022માં પ્રી-કોવિડ સ્તરને વટાવીને લગભગ 355 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચશે. ઇકરા એવીપી સેક્ટર હેડ અનુપમા રેડ્ડીએ જણાવ્યું હતું કે કૃષિ, એફોર્ડેબલ હાઉસિંગ અને મૂડી ખર્ચ માટે તાજેતરના બજેટમાં રૂ. 9.2 લાખ કરોડની ફાળવણી સિમેન્ટની માંગ માટે સારી એવી અપેક્ષા છે.

Read About Weather here

2023 માં 7-8 ટકા વધીને લગભગ 382 મિલિયન મેટ્રિક થવાની ધારણા છે.ભારત ચીન પછી બીજો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક દેશ છે. આગામી સમયમાં માગ અને ઉત્પાદન વૃદ્ધિને ધ્યાનમાં લેતા ભારત ઝડપી ઉત્પાદન ક્ષેત્રે આગળ નીકળી જશે તેવો અંદાજ છે.સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (CMA)ના અહેવાલ અનુસાર ભારત પાસે આશરે 545 મિલિયનની સ્થાપિત ક્ષમતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here