રશિયાને શાંત કરવા માટે ઝેલેન્સ્કીએ આ નિર્ણય લીધો છે.ઝેલેન્સ્કીએ એબીસી ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે નાટો યુક્રેનનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી કહ્યું છે કે યુક્રેનને નાટોનું સભ્યપદ નથી જોઈતું. તેઓ બે અલગ અલગ રશિયાના સમર્થક વિસ્તાર (ડોનેત્સ્ક-લુહાન્સ્ક)ની સ્થિતિ અંગે સમજૂતી કરવા માટે પણ તૈયાર છે. આ બન્ને વિસ્તારને પુતિને યુક્રેન પર આક્રમણ કરતાં પહેલાં સ્વતંત્ર જાહેર કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ બન્ને મુદ્દા જ રશિયા-યુક્રેન યુદ્ધનું કારણ માનવામાં આવે છે. નાટો વિવાદાસ્પદ વસ્તુઓ અને રશિયા સાથેની અથડામણથી ડરે છે. નાટોના સભ્યપદનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે હું એવા દેશનો રાષ્ટ્રપતિ બનવા ઈચ્છતો નથી, જેણે જોઈતી વસ્તુની ભીખ માગવી પડે.ઉલ્લેખનિય છે કે રશિયા ઈચ્છતું નથી કે યુક્રેન નાટોમાં સામેલ થાય. રશિયા નાટોના વિસ્તરણને જોખમની રીતે જુએ છે, કારણે કે તે પોતાની સરહદ પર કોઈ વિદેશી સેના આવે એવું ઈચ્છતું નથી.
Read About Weather here
હવે પુતિન ઈચ્છે છે કે યુક્રેન પણ તેને આ દરજ્જો આપે. આ અંગે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે હું સુરક્ષાની ગેરંટી અંગે વાત કરું છું.24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર આક્રમણ કરતાં પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્ક વિસ્તારને સ્વતંત્ર દેશ જાહેર કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here