બ્રીજના કામમાં ઝડપ

બ્રીજના કામમાં ઝડપ
બ્રીજના કામમાં ઝડપ
શહેરમાં વસ્‍તી અને વાહનોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યું છે ત્‍યારે વર્તમાન અને ભવિષ્‍યની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્‍ય સરકારના સહયોગથી રામાપીર ચોકડી, નાનામવા તથા જડુસ પાસે ફલાય ઓવરબ્રીજ તથા કેકેવી ચોક ખાતે ડબલ ડેકર ફલાય ઓવરબ્રીજ તેમજ હોસ્‍પિટલ ચોક ખાતે ટ્રાયએન્‍ગલ ઓવરબ્રીજનું નિર્માણ ચાલુ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરના ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ, નાના મવા, રામાપીર ચોકડી, હોસ્‍પિટલ ચોક સહિતના વિસ્‍તારોમાં બ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે. આ બ્રીજના કામમાં ઝડપ વધારવા તંત્ર દ્વારા એજન્‍સીઓને સૂચના આપવામાં આવી છે.હાલમાં હોસ્‍પિટલ ચોક બ્રીજનું ૮૫%, કેકેવી ચોક બ્રીજનું ૪૫%, જડુસ ચોક બ્રીજનું ૪૦%, નાનામવા સર્કલ બ્રીજનું ૬૬% તથા રામદેવપીર ચોકડીએ બ્રીજનું કામ ૬૮% પૂર્ણ થયું છે.

Read About Weather here

કેકેવી ચોક અને જડુસ ચોક બ્રીજના કામ પૂર્ણ થવાની મુદ્દત જાન્‍યુઆરી ૨૦૨૩ છે.જ્‍યારે હોસ્‍પિટલ ચોક ખાતે નિર્માણ પામી રહેલી ટ્રાયએન્‍ગલ ફલાય ઓવરબ્રીજનું કામ જુલાઇ સુધીમાં પૂર્ણ કરવા એજન્‍સીને નોટીસ આપવામાં આવી છે.કેકેવી ચોક ખાતેના બ્રીજ સિવાય ચારેય બ્રીજનું કામ કોઇપણ ભોગે ઝડપી પૂર્ણ કરવા અને ૨૪ કલાક કામ ચાલુ રાખવા એજન્‍સીઓને નોટીસ પાઠવી સૂચના પણ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here