બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી પરેશાન…!

બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી પરેશાન...!
બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી પરેશાન...!
અયાને આગળ કહ્યું હતું, ‘ઘણાં ટાઇમ સુધી મને એમ જ લાગ્યું કે આ ફિલ્મ બનશે જ નહીં. હું ‘બ્રહ્માસ્ત્ર’ બનાવતા બનાવતા જ મરી જઈશ. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ અંગે અયાને કહ્યું હતું કે તેને લાગતું હતું કે તે ફિલ્મ બનાવતા બનાવતા મરી જશે.

Visit Saurashtra Kranti Homepage here

બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી પરેશાન...! બ્રહ્માસ્ત્ર

આ સાથે તેણે એમ કહ્યું હતું કે અનેક લોકોએ તેને સલાહ આપી હતી કે તે આ ફિલ્મ છોડીને અન્ય કોઈ રોમેન્ટિક ફિલ્મ બનાવે.મને ઘણાં લોકોએ સવાલ કર્યો હતો કે ફિલ્મ બનવાતા આટલો સમય કેમ થાય છે. આ કેમ આટલી મોંઘી છે. જોકે, મારું માનવું હતું કે જો ‘બ્રહ્માસ્ત્ર’ સારી ચાલી તો આ આપણા દેશની બહુ શાનદાર ફિલ્મ હશે. આ ફિલ્મની એનર્જી ઘણી જ પોઝિટિવ છે.”બ્રહ્માસ્ત્ર’ને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો તથા ધર્મા પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી છે.

Read About Weather here

ફિલ્મમાં રણબીરે શિવા તથા આલિયાએ ઈશાનો રોલ પ્લે કર્યો છે. અમિતાભે પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીનું પાત્ર ભજવ્યું છે, જ્યારે નાગાર્જુન હિસ્ટ્રી નોલેજ ધરાવતા આર્કિયોલોજિસ્ટ અજયના પાત્રમાં છે.આ ફિલ્મ પાંચ ભાષા હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે.રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. લગ્ન બાદ બંનેની આ પહેલી ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા તથા નાગાર્જુન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here