સેવા, સમર્પણ અને સુરક્ષાને સાચા અર્થમાં વરેલી સંસ્થા એટલે બ્રહ્માકુમારીઝ. બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તેનાં ભાગરૂપે સંસ્થાની ટ્રાન્સપોર્ટ વિંગ દ્વારા ગઇકાલે ચેતતા નર સદા સુખીનો સંદેશ આપતા સાતમાં સડક સુરક્ષા અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
સડક સુરક્ષા અંતર્ગત જાગૃતતાનુ મહત્વ સમજાવતા આ મોટર સાઇકલ-બાઇક અભિયાનમાં 62 બાઇક સવારોએ હેલ્મેટ સાથે ભાગ લીધો હતો. અભિયાનની શરૂઆત સવારે 9 વાગ્યે દોઢસો ફૂટ રીંગ રોડ ન્યારા પેટ્રોલ પમ્પ ખાતેથી બ્ર. કુ. (ગુજરાત ઝોન ડાયરેક્ટર) ભારતી દીદીનાં હસ્તે કરવામાં આવી હતી.શુભારંભ બાદ ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝના ‘જગદંબા ભવન’ સેવા કેન્દ્રનાં વિસ્તારમાં સડક સુરક્ષાનો સંદેશ ફેલાવતા અભિયાન યાત્રીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ત્યારબાદ મારૂતિ સુઝુકી સર્વિસ સ્ટેશનમાં ત્યાનાં 60 જેટલા કર્મચારીઓને સડક સુરક્ષાનો સંદેશો આપ્યો હતો.
Read About Weather here
આ સાથે ત્રિવેણી સોસાયટી, સંત કબીર રોડ, પાણીનો ઘોડો, રણછોડનગર , પેડક રોડ, કુવાડવા રોડ વગેરે વિસ્તાર સહીત બાઇક સવારોએ 51 કિ.મી. ની યાત્રા કરી સડક સુરક્ષાનો સંદેશ ફેલાવ્યો હતો.આ સુંદર કાર્યક્રમમાં સેવાધારીઓને પ્રોત્સાહિત કરવા શહેરનાં ડી ડીવીઝન પોલીસ સ્ટાફના જવાનો સહીત કિશોરભાઇ રાઠોડ-પુરૂષાર્થ યુવક મંડળનાં પ્રમુખ, એડવોકેટ-રાકેશભાઇ કોઠીયા, વાલજીભાઇ-નંદા રોડવેઝ, મંગેશભાઇ દેસાઇ- ઓમ રોડલાઇન્સ, ઇશ્ર્વરભાઇ- ભવાની રોડવેઝ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બ્ર.કુ. રેખાબેન, બ્ર.કુ. આરતીબેન, બ્ર.કુ. સંધ્યાબેન તથા બ્ર.કુ. એકતાબેને પણ બાઇક સવારોને ઇશ્ર્વરીય સંદેશ તેમજ દ્રષ્ટિ આપીને મુક સેવા કરી હતી.પુરૂષાર્થ યુવક મંડળનાં પ્રમુખ કિશોરભાઇએ બાઇક સવારોને ભગવાનનાં સાચા દુત ગણાવીને બિરદાવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here