બ્રકીંગ ન્યુઝ એર ઇન્ડિયાએ બંધ કરી ‘ફ્રી’સર્વિસ…!

બ્રકીંગ ન્યુઝ એર ઇન્ડિયાએ બંધ કરી 'ફ્રી'સર્વિસ...!
બ્રકીંગ ન્યુઝ એર ઇન્ડિયાએ બંધ કરી 'ફ્રી'સર્વિસ...!

હવેથી એર ઇન્ડિયાથી હવાઇ સફર કરનારા સરકારી અધિકારીઓએ પણ ટિકિટ લઇને સફર કરવો પડશે, અત્યાર સુધી તેમનો આ ખર્ચ સરકાર ઉઠાવી રહી હતી. એરલાઇન કંપની એર ઇન્ડિયામાં હવે ભારત સરકારના અધિકારી કે નેતાઓ મફતમાં સફર કરી શકશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

ટાટા ગ્રુપનો હિસ્સો બન્યા પછી કંપનીએ આ ફ્રી સર્વિસ બંધ કરી દીધી છે. આ પછી સરકારે પણ એના તમામ મંત્રાલયો અને વિભાગોને વિમાન કંપનીના બાકી નીકળતાં નાણાં વહેલી તકે ચૂકવી દેવાના આદેશ આપ્યા છે

એર ઇન્ડિયામાં ૨૦૦૯થી આ સર્વિસ હતી કે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઇ ઉડાનમાં ભારત સરકારના મંત્રાલય કે વિભાગના અધિકારીઓ સરકારી ખર્ચે વિમાન સફર કરી શકશે. એમની ટિકિટનો ખર્ચ એર ઇન્ડિયા અને સરકાર વચ્ચે સેટલ થતો હતો. પરંતુ વિતેલા વર્ષોમાં ભારત સરકારે એર ઇન્ડિયાને ચૂકવણી કરી નહોતી.

હવે સરકારે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરી દીધું છે અને કંપની ટાટા ગ્રુપમાં સામેલ થઇ ચૂકી છે. Tata Groupએ હવે એર ઇન્ડિયાના ટિકિટ ખરીદી પર ક્રેડિટ ફેસિલિટી બંધ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયા ભારે દેવામાં ડૂબી જવાને લીધે કંપનીની સંચાલન પ્રક્રિયામાં પણ અડચણ આવી રહી હતી. જે પછી ટાટા ગ્રુપે એની માલિકી ખરીદી હતી. જોકે એર ઇન્ડિયાની શરુઆત પણ ટાટા ગ્રુપે જ કરી હતી, જે પછી સરકારે એના હસ્તક લીધી હતી. હવે ફરી એકવાર એર ઇન્ડિયા ટાટા સમૂહમાં સામેલ થઇ ગઇ છે.

Read About Weather here

અહીં સુધી કે કંપની એના કર્મચારીઓને પગાર પણ ચૂકવી શકતી નહોતી. આ અરસામાં સરકારે એર ઇન્ડિયાનું ખાનગી કરણ એટલે કે તેને ખાનગી કંપનીને વેચી દેવાનું નક્કી કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here