હર્ષલે પણ જાણે અરે અરે બઉ વાગ્યો હશે બોલ…એવી પ્રતિક્રિયા આપી હતી.શ્રીલંકન ઈનિંગની 13મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. એવામાં દિનેશ ચંડિમલે જોરદાર શોટ રમ્યો અને તેનો કેચ સીધો પોઈન્ટ ફિલ્ડર વેંકટેશ પાસે ગયો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. તે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે બોલ સીધો તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જોકે આ દરમિયાન તેને કેચ તો પકડી લીધો, પરંતુ મેદાનમાં દર્દથી કણસતો નજરે પડ્યો હતો. તેને આમ આળોટતો જોઈ બોલર હર્ષલ પટેલને પણ દયા આવી ગઈ હતી. આ દરમિયાન બોલ પહેલા વેંકટેશ અય્યરના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો અને પછી સીધો તેણે કેચ પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ચંડિમલનો શોટ એટલો પાવરફુલ હતો કે વેંકટેશ મેદાન પર જ કણસતો જોવા મળ્યો હતો.વેંકટેશને આમ દર્દથી કણસતો જોઈને હર્ષલ પટેલ પણ ગભરાઈ ગયો હતો. તેને જાણ થઈ ગઈ હતી કે વેંકટેશને આ બોલ જોરદાર વાગ્યો છે, જેથી હર્ષલે આંખો નીચી કરી અરે અરે બઉ વાગ્યો હશે એવી પ્રતિક્રિયા આપી હતી.
વેંકટેશ મેદાન પર જ દર્દથી કણસવા લાગ્યો હતો, તેને જોઈને કેપ્ટન રોહિત તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યો અને પછી પીઠ પર હાથ ફેરવી શાંત કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, જાડેજા સહિત અન્ય ખેલાડી પહેલા ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ પછી વેંકટેશ પણ હસવા લાગતાં ટીમના અન્ય ખેલાડી તેની મજાક ઉડાવવા લાગ્યા હતા.હર્ષલની ઓવરના પહેલા બોલને કટ કરવા જતાં દિનેશ આઉટ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન વેંકટેશને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગતાં તે મેદાનમાં દર્દથી કણસતો જોવા મળ્યો હતો. તેવામાં હવે 22 રન કરી પેવેલિયન ભેગા થતા સમયે દિનેશ ચંડિમલ એક બાજુ નિરાશ હતો તો બીજી બાજુ વેંકટેશના આ કેચને જોઈને લગભગ હસી પડ્યો હતો.
Read About Weather here
જોકે તેને પોતાના હસવા પર કાબૂ કર્યો અને પેવેલિયન ભેગો થયો હતો.વેંકટેશને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યા પછી ભારતની બીજી બેટિંગ આવી હતી. આ દરમિયાન તે માત્ર 5 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા સામે 147 રનનો ટાર્ગેટ હતો, જેને એક તરફ અંદાજે 19 બોલ પહેલાં 4 વિકેટ ગુમાવીને ટીમે ચેઝ કરી લીધો છે. શ્રેયસ અય્યર T20 સિરીઝની ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી આ મેચનો (69) ટોપ સ્કોરર રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે સતત 12મી જીત સાથે આ ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સૌથી વધુ જીતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.જોકે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સિરીઝ અને શ્રીલંકા સામે છેલ્લી 2 મેચમાં તેનું પ્રદર્શન આક્રમક રહ્યું હતું, પરંતુ આ પ્રમાણે બોલ વાગ્યા પછી વેંકટેશ કંઈ ખાસ કરી શક્યો નહોતો.ભારતે ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here