બોટલ બોમ્બથી હુમલો…!

બોટલ બોમ્બથી હુમલો...!
બોટલ બોમ્બથી હુમલો...!
હુમલાનો વીડિયો સામે આવ્યો છે. એવું જોવા મળે છે કે બોટલ બોમ્બ ખૂબ જ ઝડપથી સ્ટોરની અંદર ફેંકવામાં આવ્યો હતો અને થોડી જ સેકન્ડોમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

સદભાગ્યે આ બોટલ કોઈ વ્યક્તિ સાથે અથડાઇ ન હતી. હુમલા સમયે સ્ટોરમાં 2 લોકો હાજર હતા. અમેરિકામાં ન્યૂયોર્કના બ્રુકલિન શહેરમાં એક સ્ટોરમાં બોટલ બોમ્બથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે.

હુમલાને કારણે સ્ટોરનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જો કે, એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે.

વીડિયોમાં એક કર્મચારી આગમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે પડી જાય છે અને તેના બુટમાં આગ લાગી જાય છે, પરંતુ આગ જલ્દી જ ઓલવાઈ જાય છે અને તે વ્યક્તિ બહાર નીકળી જાય છે. વીડિયોમાં અન્ય એક વ્યક્તિ પણ દુકાનની બહાર ઝડપભેર નીકળતો જોવા મળી રહ્યો છે.

હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ 38 વર્ષીય જોઇલ મંગલ તરીકે થઈ છે. મંગળ પાસે 2 બોટલ બોમ્બ હતા. તેણે સ્ટોરની અંદર એક બોટલ બોમ્બ ફેંક્યો હતો, પરંતુ બીજો ફેંકવામાં નિષ્ફળ રહ્યો હતો.

વાસ્તવમાં, રસ્તા પરથી પસાર થતો એક વ્યક્તિ તેને આમ કરતા રોકે છે અને ત્યાં જ બોટલ બોમ્બ વિસ્ફોટ થાય છે. જેના કારણે રોડની બાજુમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. હુમલા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી

આ હુમલા પાછળ તેનો શું ઇરાદો હતો, આ બાબતે હજી કશું સામે આવ્યું નથી. માનવમાં આવી રહ્યું છે કે સ્ટોરના વેપારી સાથે માથાકૂટ થતાં ગ્રાહકે આવું કર્યું હતું.શહેરના કમિશ્નર ડેનિયલ નીગ્રોએ જણાવ્યુ હતું

Read About Weather here

કે હુમલાના ત્રણ મિનિટની અંદર ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધાર્યા હતા. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here