બેસ્ટ ફિનિશર તો માહી જ છે…!

બેસ્ટ ફિનિશર તો માહી જ છે...!
બેસ્ટ ફિનિશર તો માહી જ છે...!
CSKને 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લા બોલે ચેઝ કરી લીધો હતો. IPL 2022ની 33મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. CSKને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન કરીને ચેન્નઈને મેચ જિતાડી દીધી હતી. તેણે 13 બોલમાં અણનમ 28 રન કર્યા હતા. આ દરમિયાન કોમેન્ટેટરે પણ કહ્યું કે શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ તો બીજી બાજુ સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી ધોનીને પગે લાગ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર ઈનિંગ જોઈને સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં જાડેજા મુંબઈના પ્લેયર વચ્ચે જ ધોનીને પગે લાગ્યો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં ધોનીને પગે લાગતો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આની સાથે જ ચેન્નઈની ટીમે ફરીથી વિનિંગ ટ્રેકમાં સ્થાન મેળવ્યું છે.એટલું જ નહીં ધોનીની બેટિંગ જોઈને કોમેન્ટેટર્સે પણ ધોનીની ઈનિંગ જોઈને કહ્યું કે શેર અભી બુઢા હુઆ હૈ લેકીન શિકાર કરના નહીં ભૂલા.

Read About Weather here

એટલે કે સિંહ ભલે ઘરડો થયો છે પરંતુ શિકાર કરવાનું નથી ભૂલ્યો.મહેન્દ્ર સિંહ ધોનીએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી કુલ 28 રન કર્યા હતા. આ દરમિયાન તેણે છેલ્લા બોલ સુધી ક્રીઝ પર બેટિંગ કરી ચેન્નઈને રોમાંચક મેચમાં જિતાડી દીધી હતી. આની સાથે જ ચેન્નઈની 7 મેચમાં આ બીજી જીત છે. જ્યારે ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિઝનમાં MIની ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જો પ્લેઓફ રમવાની રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી જ પડશે. અત્યારે પોઈન્ટ ટેબલમાં CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here