બેન્કની ભુલથી રૂા.1 લાખ ખાતામાં આવી જતા આદિવાસીએ કહ્યું મોદીએ આ રકમ મને મોકલી છે!

બેન્કની ભુલથી રૂા.1 લાખ ખાતામાં આવી જતા આદિવાસીએ કહ્યું મોદીએ આ રકમ મને મોકલી છે!
બેન્કની ભુલથી રૂા.1 લાખ ખાતામાં આવી જતા આદિવાસીએ કહ્યું મોદીએ આ રકમ મને મોકલી છે!

ઝારખંડની રસપ્રદ ઘટના: બીડી કામદારે રકમ પરત કરવા ઈન્કાર કર્યો

2014માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડતા સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં રહેલા કાળા નાણા દેશમાં પરત લાવી અને ગરીબોના ખાતામાં રૂા.15-15 લાખ જમા કરાવવાનું વચન આપ્યુ હતું તે તો જુમલો હતો તેવું વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહીને આ આશા પર પાણી ફેરવી દીધુ હતું.

પરંતુ હાલમાં જ ઝારખંડમાં એક વ્યક્તિના બેન્ક ખાતામાં ભુલથી રૂા.1 લાખ જમા થઈ જતા તેણે આ રકમ પરત આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મને આ રકમ મોકલી છે.

ઝારખંડના સિંઘભૂમ જીલ્લામાં ગત તા.24 માર્ચના રોજ એક મહિલાના બેન્ક ખાતામાં બેન્ક એન્ટ્રીની ભુલથી રૂા.1 લાખ જમા થઈ ગયા હતા. બીડી બનાવવાની કામગીરી કરતા આ વ્યક્તિ કે જેના પત્નીના બેન્ક ખાતામાં રકમ જમા થઈ હતી.

તેણે પોલીસને પણ તે રકમ પરત આપવા ઈન્કાર કર્યો હતો. બેન્કની ફરિયાદ પરથી તેને અનેક સમન્સ મોકલાયા હતા પણ તે હાજર થયા ન હતા. 42 વર્ષીય જિત્રાલ એ કહ્યું કે બે વર્ષ પહેલા તેના ખાતામાં આવી તે તેને ખબર હતી.

ગ્રામીણ બેન્કના મેનેજરે તેને આ રકમ પરત આપવા જણાવ્યું પરંતુ તે તેનો ઈન્કાર કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ મને આ રકમ મોકલી છે. તેણે આ રકમમાંથી થોડા નાણા વાપરી પણ નાંખ્યા હતા.