બેડમિન્ટનના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ સંકુલમાં આવેલ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાયેલ, જેના વિજેતાઓને બુધવારે રોજ ટ્રોફી એનાયત સમારોહ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.
Visit Saurashtra Kranti Homepage here
આ અવસરે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશનર સી.કે.નંદાણી, સમાજ કલ્યાણ સમિતિ વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, એચ.જી. મોલીયા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહેલ.
Read About Weather here
કાર્યક્રમની શરૂઆતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઇ પીપળીયાએ શાબ્દિક સ્વાગત કરેલ, ત્યારબાદ તેઓએ તથા વાઇસ ચેરમેન સંજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરેલ.આ પ્રસંગે વિજેતાઓ તેમજ રનર્સઅપ ખેલાડીઓને મેયર ડો.પ્રદિપ ડવ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરી, પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here