કાળઝાળ મોંઘવારીનાં મુદ્દે લોકસંસદ વિચારમંચ દ્વારા આવતીકાલે તા.22 ને શુક્રવારે સાંજે 6:45 થી રાત્રે 8:15 સુધી ભક્તિનગર સર્કલ 80 ફૂટ રોડખાતે મેઘાણી રંગભવનની બાજુમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમ ગજુભા ઝાલા અને ઈન્દુભા રાઓલએ જણાવ્યું છે.વધુમાં જણાવ્યું છે કે, સીંગતેલ, મરી મસાલા, શિક્ષણ ફી, સીએનજી, રાંધણગેસ, ડીઝલ, પેટ્રોલ, દૂધ સહિતના આવશ્યક ચીજવસ્તુઓમાં તોતિંગ ભાવ વધારાથી આમ નાગરિક અને ગરીબ અને મધ્યમ મુશ્કેલીમાં વધારો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રજાનું જીવન દોહ્યલું બન્યુ છે અને મોંઘવારીને કારણે દિન-પ્રતિદિન આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર ડીઝલ-પેટ્રોલના પ્રજા પર આકરા કરવેરા જીકી પોતાની તિજોરી ભરી રહી છે અને જો દરેક રાજ્યોમાં સામાન્ય વેરો એક જ કેન્દ્ર સરકાર નક્કી કરે તે રાખવામાં આવે તો લોકોને મોંઘવારીમાં રાહત મળી શકે તેમ છે. પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તેવી આગેવાનોએ અપીલ કરી છે. તેમ જણાવ્યું છે.
મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ રાજ્ય અને કેન્દ્ર સરકારની જગાડવા માટે લોક સંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે 22 ના શુક્રવારે, સાંજે 6-45 થી રાત્રે 8-15 સુધી, ભક્તિનગર સર્કલ એસી ફુટ રોડ ખાતે મેઘાણી રંગ ભવન ની બાજુમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બિનરાજકીય કાર્યક્રમ હોય જાહેર જનતાએ જાગૃત નાગરિકો રિક્ષાચાલકો અને મોંઘવારીથી ત્રસ્ત જનતાએ કાર્યક્રમને સફળ બનાવવા જોડાવા લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ અપીલ કરી છે. આ તકે રાજકીય પક્ષોને પણ જોડાવા અપીલ કરી છે. વોર્ડ નંબર 14 માં આજે કાર્યક્રમ હોય હવે પછીના ધરણાનો કાર્યક્રમ વોર્ડ નંબર 3 જંકશન પ્લોટમાં કરવામાં આવશે.
Read About Weather here
બેકાબૂ બનેલી મોંઘવારીના પગલે દરેક વોર્ડમાં ધરણાનું આયોજન કરવાનું વિચારણામાં છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ચંદ્રેશભાઇ રાઠોડ, સરલાબેન પાટડીયા, પારૂલબેન સિધ્ધપુરા, ધીરુભાઈ ભરવાડ, હંસાબેન સાપરિયા, દેવાંગભાઈ ગજ્જર, પ્રફુલાબેન ચૌહાણ, કિશોરભાઈ ભટ્ટી, ભાવેશ પટેલ, રમેશભાઈ તલાટીયા, ભાવનાબેન જોગીયા, બીપીનભાઈ ભટ્ટ, રમેશભાઈ પાબારી સહિતના સામાજીક આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જણાવ્યું છે. કાળઝાળ મોંઘવારીનાં મુદ્દે લોકસંસદ વિચારમંચ દ્વારા આવતીકાલે તા.22 ને શુક્રવારે સાંજે 6:45 થી રાત્રે 8:15 સુધી ભક્તિનગર સર્કલ 80 ફૂટ રોડખાતે મેઘાણી રંગભવનની બાજુમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમ ગજુભા ઝાલા અને ઈન્દુભા રાઓલએ જણાવ્યું છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here