નડિયાદની બેંક ઓફ ઈન્ડિયામાં કર્મચારી સાથે મારામારીની જે ઘટના બની છે તે બેંકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે હુમલો કરનાર શખ્સને જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તે રીતે બેંક હોવા છતા કર્મચારીને ઢોર માર માર્યો હતો. લોન માટે આવેલા એક ગ્રાહકે કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારીએ જરુરી ડોક્યુમેન્ટ માગતા ગ્રાહકે ઉશ્કેરાઈ જઈ માત્ર અડધી મિનિટમાં જ 10 જેટલી થપ્પડો કર્મચારીની ઝીંકી દીધી હતી. આ ઘટના મામલે ભોગ બનનાર કર્મચારી દ્વારા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
નડિયાદની બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી સાથે ધોળે દિવસે જે રીતે મારામારીની ઘટના બની તેના કારણે બેંકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ રીતસરના ફફડી ઉઠ્યા હતા. કર્મચારીઓ પોતાની રીતે પોતાના સાથી કર્મચારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હુમલો કરનાર વ્યકિતએ મારામારી ચાલુ રાખી હતી. અંતે સિક્યુરિટીએ આવી હુમલો કરનાર વ્યકિતને પકડી દૂર કર્યો હતો.
Read About Weather here
પોલીસમાં નોધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મનીષકુમાર દ્વારકાપ્રસાદ બ્રહ્મભટ્ટ પોતે કપડવંજ રોડ પર આવેલ કર્મવીર ટાવર ખાતેની બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફરજ બજાવે છે. શુક્રવારે બપોર બાદ શહેરમાં રહેતા બે વ્યક્તિઓ સમર્થ રાવજી બ્રહ્મભટ્ટ અને પાર્થ નામના આ વ્યક્તિઓએ બેંક કર્મચારી મનીષકુમાર બ્રહ્મભટ્ટ સાથે બેંકમાં જ છુટા હાથની મારામારી કરી હતી. મનીષકુમારે લોન મોર્ગેજ ડોક્યુમેન્ટ માટે મોર્ગેજ કરેલ મકાનની વીમા પોલીસી માગતા આરોપી પોતાની સાથે સહ આરોપી સાથે ફરીયાદીના નોકરીના સ્થળ બેંક ઓફ ઇન્ડીયામાં આવી સરકારી બેંક ઓફ ઇન્ડીયાના કર્મચારીને ફેટો તથા લાતોથી ગડદાપાટુનો મારમાર્યો હતો. સમગ્ર બનાવ સંદર્ભે બેંક કર્મચારી મનીષકુમાર બ્રહ્મભટ્ટે ઉપરોક્ત બે વ્યક્તિઓ સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here