બુમરાહનું બહાનું…!

બુમરાહનું બહાનું...!
બુમરાહનું બહાનું...!
ટીમના કોઈ પણ સભ્યને કોવિડનું સંક્રમણ ન થાય તે માટે બાયોબબલ બનાવામાં આવે છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહએ ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ બાયોબબલ વિશે વિસ્તૃતમાં વાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

બુમરાહે કહ્યું કોવિડના કારણે આજે ટીમોને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બાયોબબલમાં રહેવું પડે છે. ટીમનો સ્ટાફ કે પ્લેયર આ બબલમાંથી બહાર જઈ શકતો નથી. વર્લ્ડકપ અગાઉ તમામ પ્લેયર IPLના બીજા તબક્કામાં વ્યસ્થ હતા

અને તેમાં પણ ટીમ કડક બાયોબબલમાં હતી. આવું પ્રથમ વખત નથી કે કોઈ ખેલાડીએ બાયોબબલમાં રહીને પોતાની તકલીફો જાહેર કરી હોય, આ અગાઉ પણ ઘણા ખેલાડીઓ બાયોબબલ વિરુદ્ધ પોતાનો મત રજૂ કરી ચૂક્યા છે.

બુમરાહે રવિવારે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કોઈ પણ વ્યક્તિને બ્રેકની જરૂરત હોય છે. તમે તમારા પરિવારને યાદ કરો છો. તમે 6 મહિનાથી સતત રમી રહ્યો છો. તેથી ક્યાંકને ક્યાંક આ બાબતની અસર થાય છે.

પરંતુ જ્યારે તમે મેદાનમાં હોવ ત્યારે આ વિશે તમે નથી વિચારતા. તમે ઘણી બાબતો નિયંત્રણમાં નથી રાખી શકતા. પૂરો કાર્યક્રમ બને છે કોણ, ક્યારે, કોની સામે રમશે. તેથી બબલમાં રહેવું અને પોતાના પરિવારથી દૂર રહેવું એ પણ આટલા લાંબા સમયથી, તેનાથી ખેલાડીને માનસિક અસર પડે છે.

બુમરાહે પોતાની વાતમાં ઉમેર્યું કે BCCIએ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. આ સમયે અમે જે સમયમાં જીવી રહ્યા છે તે ઘણો મુશ્કેલ છે.

મહામારી ચાલૂ છે. અમે સારુ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બબલનો થાક માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યું છે. તમે એક જ વસ્તું વારંવાર નથી કરી શકતા.

એકવાર તમે ટોસ હારી જાઓ છો, ત્યારે વિકેટ બીજી ઇનિંગ્સમાં ફેરવાઈ જાય છે. તેથી મેં વિચાર્યું કે આપણે બોલરોને થોડો ચાન્સ આપવો જોઈએ. બેટ્સમેનો સાથે આ જ ચર્ચા થઈ રહી હતી.

અમે થોડા ઝડપી આક્રમક થયા અને લાંબી બાઉન્ડ્રીને કારણે થોડી મુશ્કેલી પડી. ન્યૂઝીલેન્ડે ધીમા બોલનો શાનદાર ઉપયોગ કર્યો. વર્તમાન વર્લ્ડકપમાં ઈન્ડિયા તરફથી માત્ર બુમરાહ જ વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

ઈન્ડિયાએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી છે. પાકિસ્તાન સામે તો 10 વિકેટથી હાર થતા કોઈ પણ બોલર વિકેટ જ નહોતો ખેરવી શક્યો. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ માત્ર બુમરાહે 2 વિકેટ ખેરવી અને બીજા બોલર હજી પણ વિકેટોની શોધમાં છે.

Read About Weather here

 તેમણે વિકેટનો શાનદાર ઉપયોગ કરી અને અમારા બેટ્સમેનો માટે મોટા શોટ ફટકારવાનું મુશ્કેલ બનાવ્યું. સિંગલ્સ પણ નહોતા આવતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here