બુધવારે યુથ ફોર ડેમોક્રેસી દ્વારા ‘યુવા સંસદ 2023’ નું આયોજન

બુધવારે યુથ ફોર ડેમોક્રેસી દ્વારા ‘યુવા સંસદ 2023’ નું આયોજન
બુધવારે યુથ ફોર ડેમોક્રેસી દ્વારા ‘યુવા સંસદ 2023’ નું આયોજન

150 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે: સાંસદ રામ મોકરીયા સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતી

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો’ આ યુવાનોને મંત્ર આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ 12મી જાન્યુઆરીને અનુલક્ષીને ભારત સરકાર રાષ્ટ્રીય યુવા સપ્તાહ ઉજવે છે. તે સમયે યુથ ફોર ડેમોક્રેસી દ્વારા યુવા સંસદનું આયોજન કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનો ઉદ્દેશ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થાને યુવાનો જાણતા, સમજતા થાય અને નવા નેતૃત્વ નિર્માણનો છે. આ રીતે આ વર્ષે પણ તા.15 ફેબ્રુઆરીને બુધવારના રોજ બાલભવનના સભાગૃહમાં ‘યુવા સંસદ 2023’ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટની જુદી જુદી કોલેજોના 150 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો ભાગ લેશે.

જે રાષ્ટ્રીય સમસ્યાઓ ઉપર ચર્ચા કરશે અને તેમનો મત વ્યકત કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર પૂર્વ કુલપતિ ડો. કમલેશભાઈ જોષીપુરા, વકતૃત્વ કલા ઉપર પૂર્વ કુલનાયક ડો. અનામિકભાઈ શાહ, વિદેશ નીતિ ઉપર વરિષ્ઠ પત્રકાર કૌશીકભાઈ મહેતા અને આર્થિક નીતિ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો ડો. સંજયભાઈ પંડયા અને ડો. સુરેશભાઈ પરડવા માર્ગદર્શન આપશે. જયારે લોકશાહી શાસન વ્યવસ્થાની પ્રણાલીકાઓ અંગે યુવા સંયોજક અતુલભાઇ જોષી સમજણ આપશે.

આ પ્રસંગે વિશેય ઉપસ્થિત રહી ACP વિશાલકુમાર રબારી સાયબર અવેરનેશ અંગે માર્ગદર્શન આપશે.યુવા સંસદ 2023 નું ઉદ્ઘાટન સાંસદ રામભાઈ મોકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટના યુવા મેયર ડો.પ્રદિપભાઈ ડવના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા, પૂર્વ રાજય કક્ષાના મંત્રીઓ ગોવિંદભાઈ પટેલ, જયંતિભાઈ કાલરીયા તથા અગ્રણી બેન્કર હારિતભાઈ મહેતા, ડો.પુરૂષોતમભાઈ પીપરીયા, એ.સી.પી. આર.એસ. બારૈયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું પ્રમુખ સ્થાન સમાજ સેવા સંગઠક યશવંતભાઈ જનાણી સંભાળશે.

આ કાર્યક્રમ બાદ માર્ગદર્શક પ્રવચનો યોજાશે. ત્યારબાદ યુવા સંસદ-2023 નું આયોજન થશે. જેમાં વિધાર્થીમાંથી બનેલા અધ્યક્ષ સંસદનું સંચાલન કરશે. જયારે વડાપ્રધાન સહિતનું પ્રધાનમંડળ વિરોધ પક્ષોના સવાલોનો જવાબ આપશે. આ યુવા સંસદમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રોજગારી તથા સાયબર અવેરનેસ અંગે ઠરાવો થશે.

Read About Weather here

કાર્યક્રમનું સંચાલન સંયોજન પ્રા. જે. એમ. પનારા કરશે. જેમાં અતલભાઈ જોષી સહયોગ કરશે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમખ એડવોકેટ હિંમતભાઈ લાંબડીયાના નેતૃત્વમાં એડવોકેટ આર.વી. સોલંકી, જીતુભાઈ લખતરીયા, ગજુભા ઝાલા, લખમણભાઈ બારીયા, ધર્મેન્દ્રભાઈ ગઢવી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here