સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 13મી ડિસેમ્બરથી શરૂ થયેલી પરીક્ષા હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે તારીખ 20ને મંગળવારે જસદણની એમ.ડી. કહોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં બે કોપીકેસ નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
યુનિવર્સિટી તંત્રએ આ કોલેજના સીસીટીવી જોઈએ બંને વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડ્યા છે. બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં જસદણની કોલેજમાં આ બંને વિદ્યાર્થી કાપલીમાંથી જોઈને પેપર લખી રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાતા તેના આધારે યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓ સામે કોપીકેસ દાખલ કર્યો છે. છેલ્લા સાત દિવસમાં જુદી જુદી કોલેજોમાં પરીક્ષા દરમિયાન 8થી વધુ કોપીકેસ પકડાયા છે. મંગળવારે પણ જસદણની કહોર કોલેજમાંથી બે કોપીકેસ પકડાયા હતા.
Read About Weather here
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા 40 જેટલા કોર્સના 59,171 વિદ્યાર્થીની પરીક્ષા હાલ 194 કેન્દ્ર ઉપર ચાલી રહી છે. કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં મળનારી EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠકમાં નિવેદન લીધા બાદ સજા ફટકારવામાં આવશે. યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી અટકાવવા માટે કેટલાક કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને સ્ક્વોડ મોકલવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક નાના-મોટા કેન્દ્રોમાં પરીક્ષા દરમિયાન ચોરીનું દૂષણ હજુ યથાવત્ હોવાની સ્થિતિ સર્જાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here