તે જગ્યાઍથી ઢુવા બીઍસઍનઍલના ટેકનીકલ સુપરવાઇઝર પોતાનું વાહન લઇ, ટેલીફોન લાઇન રીપેરીંગ માટે જઇ રહ્ના હતા ત્યારે પાછળથી હેવી ડમ્પર ઠોકર મારી ટેલીફોન કર્મચારી સુરેન્દ્રસિંહ વિક્રમસિંહ યાદવ (ઉ.વ.અ. ૬૦) કે જેઓ બે મહિના બાદ નિવૃત થવાના હતા.
Visit Saurashtra Kranti Homepage here
વાંકાનેર વઘાસીયા ટોલ નાકા પાસે ડમ્પર હડફેટે ઢુવા બીઍસઍનઍલના કર્મચારીનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બીજુ નવા બની રહેલા ટોલનાકાની સાઇડમાં હાઇવે ઓથોરીટીઍ આડશો ઉભી કરી છે ત્યાં કોઇ વાહનો ચાલી શકે તેવી જગ્યા નથી તેમ છતાં મોટી લેલન્ડ-ડમ્પર કે જેનો વજન પ૦ ટનથી વધુ હોય છે. તેને હડફેટે લેતા મોત થયું હતું.વાંકાનેર સરકારી હોસ્પીટલે બીઍસઍનઍલના કર્મચારીઓ આ મૃત્યુ પામેલા ટેકનીકલ સુપરવાઇઝરની અંતિમ વિધી કરવા માટે ઍકત્ર થયા હતાં.
Read About Weather here
પરંતુ મૃતકના પરિવારજનો આસામ રાજયમાં હોઇ, તેઓને ટેલીફોનિક જાણ કરતા, મૃતકના પરિવારજનોઍ જણાવેલ કે અમારે અંતિમ વિધીમાં હાજર રહેવું હોઇ તમે અમારી રાહ જાશો તેવી વિનંતી કરતા હાલ મૃતકની લાશ સરકારી પીઍમ રૂમમાં રાખવામાં આવી છે. આ બનાવની તપાસ વાંકાનેર શહેર પોલીસે હાથ ધરી છે. જયારે ડમ્પર ચાલક અકસ્માત કરી નાસી છૂટયો છે. આ ગંભીર બનાવ ટોલનાકાની બેદરકારીના કારણે બન્યો હોવાનું જાણવા મળે છે.મૃતકના કુટુંબીજનોના આવ્યા બાદ, વાંકાનેરના મકનસર મોરબી ખાતેના તેઓના રહેણાક વિસ્તારે લઇ જઇ, મૃતકની અંતિમ વિધી થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here