બીઆરટીએસ રૂટ પર ઘોડે સવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ મામલો: બાળ કિશોર સહિત 4 ઝડપાયા

બીઆરટીએસ રૂટ પર ઘોડે સવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ મામલો: બાળ કિશોર સહિત 4 ઝડપાયા
બીઆરટીએસ રૂટ પર ઘોડે સવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ મામલો: બાળ કિશોર સહિત 4 ઝડપાયા
શહેરના 150 ફુટ રોડમાં બીઆરટીએસ રૂટ પર ઘોડે સવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો. નિયમો નેવે મૂકી આ યુવાનો બેફામ સ્પીડમાં ઘોડે સવારી કરતા જોવા મળ્યા છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.મળતી વિગત મુજબ 150 ફુટ રોડ પર બીઆરટીએસ રૂટમાં અવાર – નવાર ધૂમ સ્ટાઇલ બાઈક, પૂરપાટ ઝડપે જતી કાર વગેરે જોવા મળે છે. આ કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે. આવા વાહનો કે કોઈ વ્યક્તિ બીઆરટીએસ રૂટમાં ઘુસી ન જાય તે માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ પણ રખાયા છે જોકે બધા નિયમ નેવે મૂકી કેટલાક લોકો બીઆરટીએસ રૂટમાં પોતાનું વાહન લઈ ઘુસી જતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે હવે બીઆરટીએસ રૂટમાં ઘોડે સવારો ઘુસી ગયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં છ ઘોડા ઉપર છ ઘોડેસવારો જોવા મળે છે, યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જોખમી કરતબો પણ કર્યા હતા. આ મામલે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ગ્રાંધીગ્રામ પોલીસે વીડીયોમાં જોવા મળતા 6 શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Read About Weather here

તેમાં એક બાળ આરોપી સહિત 4 ની ધરપકડ કરી લેવામાં આવી છે અને 1ની શોધખોળ આદરી છે. જેમાં રાજ નિમળભાઇ ડાંગર ( રહે. પરાપીપળીયા) કેતન સોનારા ( રહે ખંઢેરી), સુરેશ ડાંગર (રહે.પરાપીપળીયા), જનક મુળુભાઇ ડાંગર (રહે ખઢેરી) અને રાજેશ રાયધનભાઇ હુંબલ (રહે પરાપીપળીયા) ધરપકડ કરાઇ છે. જેમાંથી જનક ડાંગરની ધરપકડ કરવાની બાકી છે અને પોલીસે નિયમ અનુસાર કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here