બિહારમાં વરસાદ સાથે વિજળી

બિહારમાં વરસાદ વચ્ચે વિજળી પડવાની ઘટનામાં કુલ સાત લોકો માર્યા ગયા હતા. ઉત્તર ભારતમાં ભિષણ ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં હવામાને પલટો માર્યો હતો અને ભારે વરસાદ પડયો હતો. આ ઘટના બિહારના ભાગલપુર જિલ્લામાં સામે આવી હતી, જ્યાં વિજળી પડવાથી છ લોકો માર્યા ગયા હતા જ્યારે આલમનગરમાં પણ આ જ પ્રકારની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.બિહારમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેથી નિચાણ વાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી વિજળી ગુલ થઇ ગઇ હતી.  ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી નવગછિયામાં મકાનો પર વૃક્ષો પડવાથી ભારે નુકસાન થયું હતું. ભાગલપુરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. બીજી તરફ અનેક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. જેને પગલે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દિલ્હીમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે.

Read About Weather here

દિલ્હીમાં ૨૭મીએ ચોમાસાની શરૂઆતનું અનુમાન હતું જોકે તેમ નથી થયું. જ્યારે કેરળમાં આગામી બે દિવસમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે.સેટેલાઇટની તસવીરો મુજબ કેરળ તટ અને દક્ષિમ પૂર્વ અરબ સમુદ્રમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે. જેથી આગામી બે ત્રણ દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. જ્યારે આગામી ચાર દિવસમાં જમ્મુ કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની શક્યતાઓ છે.કેરળની સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઇકલમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here