બાયોમેડિકલ વેસ્ટની સેવા પર 12 ટકા જીએસટી લાગુ કરાતા ભારે દેકારો

બાયોમેડિકલ વેસ્ટની સેવા પર 12 ટકા જીએસટી લાગુ કરાતા ભારે દેકારો
બાયોમેડિકલ વેસ્ટની સેવા પર 12 ટકા જીએસટી લાગુ કરાતા ભારે દેકારો
ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓ માટે નવો જીએસટી વેરો નવી આફત અને બલા સમાન બન્યો છે. કેમકે કેન્દ્ર સરકારે બાયો મેડિકલ વેસ્ટને એકત્ર કરી તેનો નિકાલ કરતી મેડિકલ સેવા પર 12 ટકા જીએસટી ઝીંકી દીધો હોવાથી સરવાળે દર્દીઓએ એમના ખિસ્સામાંથી મેડિકલ બિલનાં રૂપમાં ભારે ખર્ચ ચૂકવવો પડશે. હોસ્પિટલ ચલાવનારા નવા વેરાનો બોજો દર્દીઓ પર નાખશે એ કારણે દર્દીઓનાં ખિસ્સા પર વધારાનો અસહ્ય બોજ આવી જશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતભરના દર્દીઓ અને પરિવારજનોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. તાજેતરમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને બાયો મેડિકલ વેસ્ટના નિકાલની સેવાઓ પર 12 ટકા જીએસટી ઝીંકી દેવામાં આવ્યો હતો. અગાઉ આ સેવાને જીએસટીમાંથી મુક્તિ મળેલી હતી. પરંતુ એ વેરા મુક્તિ પાછી ખેંચી લેવાનો તુઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓ અને પરિજનો માટે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.

દેશમાં બાયો મેડીકલ કચરાનો નિકાલ કરતી 200 સંસ્થાઓ છે. જેમાંથી 25 ગુજરાતમાં છે. આ સંસ્થાઓનાં એસોસિએશનની રજીસ્ટ્રર કચેરી રાજકોટમાં આવેલી છે. એસોસિએશને બાયો મેડિકલ વેસ્ટ સેવા પરનો વેરો પાછો ખેંચી વેરા મુક્તિ વધુ પાંચ વર્ષ લંબાવવા નાણામંત્રીને સીધી રજૂઆત કરી છે.
બાયો મેડિકલ કચરો એ ખૂબ જ જોખમી અને આરોગ્ય માટે હાનીકારક હોય છે. એટલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન મુજબ તેને એકત્ર કરીને તેનો નિકાલ કરવાનો હોય છે. અત્યાર સુધી આ સેવા વેરામાંથી મુક્ત હતી પણ અચાનક 12 ટકા વેરો ઝીંકી દેવાયો છે.

એસોસિએશનનાં રાષ્ટ્રીય કક્ષાનાં પ્રમુખ વિનોદ કાછડિયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે વર્ષ સુધી કોવિડનો અત્યંત ખતરનાક મેડિકલ વેસ્ટ હોસ્પિટલો પાસેથી મેળવી તેનો નિકાલ કર્યો છે અનેઆ જોખમી કામ માટે હોસ્પિટલો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લીધો નથી. આ કામમાં સંકળાયેલી તમામ સંસ્થાઓ મહત્વના આરોગ્ય ક્ષેત્રમાં પર્યાવરણનાં રક્ષણનું કામ કરી રહી છે. એટલે આવી સેવાને વેરા મુક્તિ ચાલુ રાખવી જોઈએ. એકલા ગુજરાતની વાત કરીએ તો દરરોજ 35 થી 40 ટન મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે.

Read About Weather here

રાજકોટ મેડીકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો.પ્રફુલ કામાણીએ જણાવ્યું હતું કે, જીએસટી વેરાનો બોજો છેવટે તો દર્દીઓનાં માથા પર જ આવવાનો છે. કોર્પોરેટ હોસ્પિટલો દર્દીઓ પાસેથી મેડીકલ રેકર્ડ રૂમનો ચાર્જ પણ વસુલી રહી છે. હવે જીએસટી લાગુ થતા દર્દીઓનાં બિલમાં એ રકમ ઉમેરીને વધુ ઉંચા બિલ ફટકારવામાં આવશે. આ વાતની પુષ્ટિ કરતા આઈએમએની કારોબારીનાં સભ્ય ડો.હિરેન કોઠારીએ કબુલ્યું હતું કે, મેડીકલ વેસ્ટ સર્વિસ વેરો અમે દર્દીઓ પાસેથી વસુલ કરશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here