બાઈક સ્લીપ થતાં ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના યુનિવર્સિટી રોડ પર દસ દિવસ પહેલા બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા પડધરીના વલ્લભભાઈનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતા પરીવારમાં શોક છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વધુ વિગત અનુસાર પડધરીના સાલપીપળીયામાં રહેતાં વલ્લભભાઈ કરમશીભાઈ સાકરીયા ગઈ તા.9ના તેના પુત્ર જયેશ પાછળ બાઈકમાં સવાર તેના ઘરે વાવડી તરફ જતા હતા ત્યારે યુનિવર્સિટી રોડ પર જોહરકાર્ડ નજીક બાઈક સ્લીપ થતાં ઢસડાઈને પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને વધુ તબીયત લથડતા અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

જયાં ટુંકી સારવાર દરમીયાન મોત થયું હતું. વધુમાં મૃતક વલ્લભભાઈ નિવૃત જીવન ગાળતા હતા પાંચભાઈ -બહેનમાં મોટા હતા. તેમજ સંતાનમાં બે પુુત્ર અને એક પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો.બનાવ અંગે સીવીલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here