સિલ્વી લુડલો ડાર્ટફોર્ડમાં સેન્ટ ઝેવિયર્સ વોકમાંથી પસાર થતી વખતે દર અઠવાડિયે બતકને ફૂડ ખવડાવે છે. ધર્મ કોઈ પણ હોય, પરંતુ પક્ષીઓને ચણ નાખવું એ પુણ્ય જ ગણાય છે. ઇંગ્લેન્ડના બેકસલીહેથ શહેરમાં રહેતી ૭૩ વર્ષની સિલ્વી લુડલો નામની મહિલાને દર અઠવાડિયે બતકને ખવડાવવાનું ભારે પડ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
જોકે તાજેતરમાં શહેરના અધિકારીઓએ તેને સંબંધિત વિસ્તારમાં કચરો કરવા બદલ ૭૫ પાઉન્ડ (લગભગ ૭૬૦૫ રૃપિયા)નો દંડ ફટકાર્યો હોવાનો પત્ર મળ્યો હતો.પ્રાપ્ત અહેવાલ મુજબ જાહેર વિસ્તારોમાં બતક માટે ફૂડ નાખીને તે રવાના થઈ જતી હતી એટલે જાહેર રસ્તા પર ગંદકી કરતી હોવાનો આરોપ તેના પર મુકાયો હતો. જોકે અધિકારીઓએ એ વાત પર સદંતર દુર્લક્ષ કર્યું હતું
Read About Weather here
કે તે બતકના ઝુંડને ખાવા માટે જમીન પર અનાજના દાણા અને બ્રેડનો ચૂરો પાથરતી હતી, જે બતક તરત જ ખાઈ જતાં હતાં. વાસ્તવમાં હું આ સ્થળે અગાઉથી પડેલી પ્લાસ્ટિકની બોટલ્સ અને કેન ઉપાડીને એને રીસાઇકલ કરવા નાખતી હતી. સિલ્વી લુડલોએ જણાવ્યું કે મેં મારા જીવનમાં કયારેય ગુનો કર્યો નથી. હવે મારા પુણ્યના આ કાર્યને સરકાર ગુનો ગણાવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here