બંધના એલાનને પગલે પોલીસ સ્ટેન્ડ ટુ: બંદોબસ્ત ગોઠવાયો

બંધના એલાનને પગલે પોલીસ સ્ટેન્ડ ટુ: બંદોબસ્ત ગોઠવાયો
બંધના એલાનને પગલે પોલીસ સ્ટેન્ડ ટુ: બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટ શહેર,જિલ્લા અને સૌરાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે પોલીસ સતર્ક
એસ.ટી.બસો, પેટ્રોલપંપો પર કોઈ અનિચ્છનીય ઘટનફાઓ ન બને તે માટે ચાંપતી નજર

ભારત બંધના એલાનને સફળ બનાવવા ગુજરાતના ખેડૂત અને મજૂર સંગઠનો, ટ્રેડ યુનિયનો એક મંચ પર એકત્રિત થયા છે. ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્ર જિલ્લા તેમજ તાલુકા મથકોએ વિરોધ પ્રદર્શન ન થાય તેની પોલીસ તકેદારી રાખી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ બંધને ટેકો જાહેર કર્યો છે. બંને રાજકીય પક્ષોએ બંધને સફળ બનાવવા લોકોને અપીલ કરી છે. ભારત બંધના એલાનને પગલે રાજકોટ શહેર,જિલ્લા અને સૌરાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે પોલીસ સતર્ક બની છે.

આંદોલનકારી ખેડૂતો ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પર પોલીસે સતત નજર રાખી છે.ખેડૂત અને મજૂર સંગઠનો ઉપરાંત કોંગ્રેસે પણ ભારત બંધનુ એલાન સફળ બને તે માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે

ત્યારે કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે સૌરાષ્ટ્રમાં પોલીસે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. કેન્દ્રના ત્રણે કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય કિસાન મોરચાએ આજે ભારત બંધનુ એલાન જાહેર કર્યુ છે

જેના ગુજરાતમાં ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો ઉપરાંત કોંગ્રેસ,આપે પણ ટેકો જાહેર કર્યો છે. બંધના એલાનને પગલે કોઇ અનિચ્છિય બનાવ ન બને તેની તદેકારીના ભાગરૂપે પોલીસ પણ સ્ટેન્ડ ટુ થઇ છે.

રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા બંધના પગલે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બંધના આગલા દિવસથીજ પોલીસે ખેડૂત નેતાઓ,કોંગ્રેસ-આપના નેતાઓને નજરકેદમાં રાખ્યા છે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આજે બંધ દરમ્યાન કોઇ અનિચ્છનીય

ઘટના ન બને અને મોટે ભાગે આ બંધ સફળ ન રહે તેવા સમર્થન સાથે તૈયારીઓ શરૂ કરી છે.રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તાલુકા મથકોમાં સ્થાનિક પોલીસ મથકના અધિકરીઓ સાથે એસઆરીપીનો

બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.રાજકોટ જીલ્લા પોલીસની હદને જોડતા અલગ અલગ હાઈવે પર તેમજ રાજકોટ શહેરની જોડતા મુખ્ય માર્ગો ઉપર પોલીસ તહેનાત કરવામાં આવી છે.

તેમજ એસ.ટી.બસોના આવાગમન, પેટ્રોલપંપો પર કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

લીસ અધિકારીઓએ બંધને લઈને કોઈ ઘટના બને તો તુંરત જાણ કરવા અને સ્થિતિનો ચિતાર આપવા પોલીસ કંટ્રોલરૂમના સ્ટાફને તાકીદ કરી છે.

Read About Weather here

પોલીસ અધિકરીઓએ કોવિડની ગાઈડ લાઈન તેમજ ચારથી વધુ લોકો એકઠા થાયતો અટકાયત કરવામાં તેમજ ચક્કાજામ, બંધ કરાવવા બળજબરી, તોડફોડ કે કાયદો હાથમાં લેવાનું કામ થશે તો ગુનો દાખલ કરવા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટાફને સુચના આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here