બંગાળમાં મમતાનો પક્ષ, હિમાચલમાં કોંગ્રેસનો દબદબો

રાજકોટ યાર્ડનું ચિત્ર રાતોરાત બદલાયું; ભાજપની પધ્ધતિ હવે પરંપરા!
રાજકોટ યાર્ડનું ચિત્ર રાતોરાત બદલાયું; ભાજપની પધ્ધતિ હવે પરંપરા!

લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકોના પરિણામો જાહેર
લોકસભાની મંડી બેઠક કોંગ્રેસને: દાદરાનગર હવેલીમાં શિવસેનાના કલાબેન ડેલકરનો 51 હજારથી વધુ મતની જંગી સરસાઇથી વિજય: આસામમાં દબદબો જાળવી રાખતો એનડીએ, પાંચેય બેઠક જીતી

દેશના અલગ-અલગ રાજયોમાં યોજાયેલી લોકસભાની ખાલી પડેલી ત્રણ બેઠક અને વિધાનસભાની 29 બેઠકોની પેટા ચૂંટણીઓમાં આજે અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં પશ્ર્ચિમ બંગાળનો ગઢ મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીએ જાળવી રાખ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે હિમાચલ પ્રદેશમાં લોકસભાની એક અને વિધાનસભાની ત્રણ બેઠકો જીતી કોંગ્રેસે સપાટો બોલાવ્યો. દાદરાનગર હવેલી લોકસભા બેઠક શિવસેનાને ફાળે ગઇ છે.

અહીંથી ચૂંટણી લડનાર શિવસેનાના કલાબેન ડેલકરનો 51 હજારથી વધુ મતોની સરસાયથી ભવ્ય વિજય થયો હતો. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી પણ કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી થઇ હતી અને તમામ ચાર બેઠકો મમતા બેનર્જીના પક્ષે જીતી લીધી છે.એક માત્ર આસામમાં ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધને પોતાનો પ્રભાવ જાળવી

રાખ્યો અને વિધાનસભાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યો છે. રાજસ્થાનમાં ધારીયાવાડ ધારાસભા બેઠક પણ કોંગ્રેસે ભવ્ય વિજય મેળવીને કબ્જે કરી લીધી છે.

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ત્રણેય બેઠક પર ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. અત્યાર સુધીમાં મળેલા પ્રવાહો મુજબ વિધાનસભાની 9 બેઠકો પર ભાજપ અને પાંચ બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારોએ સરસાઈ મેળવી લીધી છે.

હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠક પરથી પહેલા ભાજપનાં કારગીલ હીરો ઉમેદવાર નિવૃત બ્રિગેડીયર ખુશાલ ઠાકુર આગળ ચાલી રહ્યા હતા પણ છેલ્લા અહેવાલો મુજબ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વીરભદ્રસીંઘનાં પત્ની પ્રતિભાસીંઘ મંડી બેઠક પર આગળ નીકળી ગયા છે.

મધ્યપ્રદેશમાં ખંડવા લોકસભા પર ભાજપનાં જ્ઞાનેશ્વર પાટીલ આગળ ચાલી રહ્યા છે. મેઘાલયમાં સ્થાનિક પક્ષનાં ઉમેદવારો આગળ છે. બિહારમાં ધારાસભાની બંને બેઠકો પર નીતીશ કુમારનાં જનતાદળ યુનાઇટેડનાં ઉમેદવારો આગળ છે.

હરિયાણામાં પ્રતિષ્ઠા ભરી ગણાતી ઈલીનાબાદ બેઠક પરથી લોકદળનાં અભય ચૌટાલા આગળ છે. રાજસ્થાનમાં બંને બેઠકો વલ્લભનગર અને ધારિયાવાડ ધારાસભા મત વિસ્તારમાં કોંગ્રેસનાં ઉમેદવારોને સરસાઈ મળી ગઈ છે.

દાદરાનગર હવેલી લોકસભા બેઠક પરથી કલા ડેલકર 9821 મતથી આગળ નીકળી ગયા છે. ભાજપનાં ઉમેદવાર બીજા ક્રમે છે. કોંગ્રેસનાં ઉમેદવારને અત્યાર સુધીમાં 1 હજાર મત પણ મળ્યા નથી.

Read About Weather here

આ બેઠક સાંસદ મોહન ડેલકરનાં અપમૃત્યુનાં કારણે ખાલી પડી હતી. આ બેઠક પરથી એમના પત્ની ચૂંટાઈ આવે તેવી પૂરી શક્યતા છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here