ફેમસ થવા માટે કંઈ પણ…!

ફેમસ થવા માટે કંઈ પણ...!
ફેમસ થવા માટે કંઈ પણ...!

રિવેરાએ પોતાના પિતાની ડેડબોડીની સામે પોઝ આપતા ફોટો પડાવ્યા હતા એટલું નહીં તેને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 20 વર્ષની ફિટનેસ મોડલ જેને રિવેરા હાલ ચર્ચામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

રિવેરાએ સોશિયલ મીડિયા પર ગંદી કોમેન્ટ્સને કારણે પોતાનું એકાઉન્ટ જ રિમૂવ કરી દીધું છે. પરંતુ લોકોએ રિવેરાના એકાઉન્ટના સ્ક્રીનશોટ્સ રાખી લીધા છે. હવે આ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર્સે રિવેરાના આ કૃત્યને વખોડી રહ્યાં છે. વાયરલ થયેલી તસવીરને જોઈને લોકો રિવેરા પર ભડક્યા હતા અને ઘણી જ ગંદી કોમેન્ટ્સ કરી હતી. જે બાદ રિવેરાએ એકાઉન્ટ જ રિમૂવ કરી દીધું. પરંતુ હજુ પણ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર મોડલને ટ્રોલ કરીને લોકો પોતાની ભડાસ કાઢી રહ્યાં છે.

એક યૂઝરે લખ્યું- આ ઈન્સ્ટાગ્રામ મોડલના પિતાનું નિધન થઈ ગયું છે અને તેઓએ ખુલ્લા તાબૂતની સાથે એક ફોટો શૂટ કરાવ્યું છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું- શું મેં એક સંકીર્ણતાવાદી અને પ્રદર્શનકારી સંસ્કૃતિની સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે.

એક અન્ય યૂઝરે લખ્યું- એવું લાગે છે કે લોકોએ તમામ પ્રકારની શાલીનતા ગુમાવી દીધી છે. એક યૂઝરે તેને પહેરેલા ડ્રેસ પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું તમે આ અંતિમ સંસ્કારમાં કેમ પહેરશો?

જેને રિવેરાએ NBC ન્યૂઝ સાથે વાત કરતા ચોખવટ કરી છે. રિવેરાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તે લોકોની ભાવનાઓને સમજે છે, પરંતુ તસવીર સારા હેતુ સાથે જ પડાવી હતી. મારા પિતા જો હયાત હોત તો તેઓ પણ આ વાતનું સમર્થન કરતા હોત.

તો, રિવેરાની મીડિયા ટીમે કહ્યું કે દરેક લોકો પોતાના પ્રિયજનોને ગુમાવ્યા બાદ પોતાની રીતે પોતાની જાતને સંભાળે છે. મેં આ ક્ષણને સેલિબ્રેટ કરી, કેમકે મને લાગે છે કે મારા પિતા મારી બાજુમાં જ હતા.

Read About Weather here

રિવેરાના પિતાનું નિધન તેમના 56માં બર્થડેના બે દિવસ પહેલાં જ થયું હતું.કેટલાંક લોકો પારંપરિક રીતે આ વસ્તુને જુવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here