શહેરમાં કાળી ફિલ્મ લગાડેલી અનેક કારો ફરતી હોવાની ફરિયાદો મળતા નવનિયુકત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરભરની પોલીસને રસ્તાઓ પર ઉતારી દીધી હતી. શહેરમાં અત્યાર સુધી અનેક અધિકારીઓ કાળી ફિલ્મ ધરાવતી કાર સામે ઝુંબેશ કરાશે તેવી જાહેરાતો કરી ચુકયા છે. જેને પરિણામે એકાદ દિવસ પોલીસ ઝુંબેશ કરી કામગીરી કર્યાનો સંતોષ મેળવી શાંતીથી બેસી જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
આ જ કારણથી શહેરમાં આજની તારીખે રસ્તાઓ ઉપર કાળી ફિલ્મ લગાડેલી સંખ્યાબંધ કારો જોવા મળે છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી વગેરેના સ્ટાફે આજે સાંજે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મુખ્યત્વે નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલર ચાલકો દંડાયા હતા. તેની સાથે કાળી ફિલ્મ લગાડેલી કારના ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી પોલીસે જાહેરાત કરી છે. આ સ્થિતિમાં નંબર પ્લેટ વગરના, ફેન્સી નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરો અને કાળી ફિલ્મ લગાડેલી કારના ચાલકો સામે પોલીસ એકાદ દિવસ ઝુંબેશ કરવાને બદલે આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રાખે તેવી માંગ ઉઠી છે.
Read About Weather here
પોલીસ દ્વારા ખાસ કરીને ભક્તિનગર, માધાપર ચોકડી, સદર બજાર, કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, કિસાનપરા ચોક, જામનગર રોડ સહિતના લગભગ તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો પાસેથી 300થી લઈ રૂ.1000 સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રાફિક પોલીસની સાથે જ અન્ય પોલીસ મથકોના સ્ટાફને પણ ચેકિંગની કામગીરીમાં જોંતરી દેવામાં આવ્યો હોવાથી પોલીસ દ્વારા સવાર અને સાંજ ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો દંડાઈ રહ્યા છે. તાજેતરમાં જ ચાર દિવસની અંદર પોલીસ દ્વારા લાખો રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવ્યા બાદ ચેકિંગનો સિલસિલો યથાવત રાખ્યો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલું જ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here