ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન

ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન
રોનાલ્ડોએ 18 એપ્રિલની મોડી રાત્રે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના મેસેજમાં લખ્યું છે, ‘ખૂબ દુઃખની વાત છે કે અમારે જણાવવું પડે છે કે અમારા નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જોર્જિના.

Visit Saurashtra Kranti Homepage here

આ કોઈપણ માતા-પિતા માટે સૌથી મોટું દુઃખ હોય છે. માત્ર અમારી બેબી ગર્લનો જન્મ અમને અત્યારની પળોમાં કંઈક આશા અને ખુશી સાથે જીવવાની તાકાત આપે છે. અમે ડોક્ટર્સ અને નર્સોનો તેમણે આપેલા સાથ માટે આભાર માનીએ છીએ. સૌને અપીલ કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનો ખ્યાલ રાખે.

? Read About Weather here SDFGUIOP[

અમારો પુત્ર દેવદૂત હતો, અમે તેને હંમેશા પ્રેમ કરીશું.’ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પાર્ટનર જોર્જિનાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા બાળકોનાં માતા-પિતા બનવાના છે. આ બંને બાળકોની ડિલિવરી સમયે પુત્રનું નિધન થઈ ગયું હતું, જ્યારે નવજાત પુત્રી જીવિત છે અને સુરક્ષિત છે.બંનેએ હોસ્પિટલમાંથી તસવીર પણ શેર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here