અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં જીડી હાઇસ્કૂલ પાસે આવેલા અવધ એસ્ટેટમાં પ્લાસ્ટિકના દાણા અને રબરના ગલવ્ઝ બનાવતી ફેક્ટરીમાં આજે સવારે આગ લાગી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કલાકમાં આગને કાબુમાં લીધી હતી. ફેક્ટરીમાં આગ લાગતા બે કારીગરો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા.
Read About Weather here
ફેક્ટરીના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ કાબુમાં લઈ અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં આગ લાગી તે સમયે બે કારીગરો હાજર હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here