પ્રિયંકા ગાંધીની ધરપકડ ગેરકાયદે: સુપ્રીમનાં પૂર્વ જજ

પ્રિયંકા ગાંધીની ધરપકડ ગેરકાયદે: સુપ્રીમનાં પૂર્વ જજ
પ્રિયંકા ગાંધીની ધરપકડ ગેરકાયદે: સુપ્રીમનાં પૂર્વ જજ

યુ.પી. માં લોકશાહી ઢબે દેખાવો કરનારા પર બેફામ દમન કરતી યોગી સરકાર: મને જીવનભર અટકાયતમાં રાખે તોય ડરતી નથી, પ્રિયંકાનો પડકાર

યુ.પી. માં લખીમપુરખીરી વિસ્તારનાં ખેડૂતોની હત્યા અને હિંસાનાં પગલે મૃતકોનાં પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીની પ્રારંભમાં અટકાયત બાદ ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરી લેવાતા જબરો રાજકીય વિવાદ ઉભો થયો છે

Visit Saurashtra Kranti Homepage here

અને કોંગ્રેસનાં કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુપ્રીમ કોર્ટનાં નિવૃત જજ મદન લોકુરેએ યુ.પી. માં રાજકીય નેતાઓની અટકાયતોને વખોડી કાઢી છે

અને સ્પષ્ટ જણાવ્યું છે કે, પ્રિયંકા ગાંધીને ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યા છે. યુ.પી. સરકારની આ તમામ કામગીરી ગેરબંધારણીય દેખાય છે.

નિવૃત જજ એ જણાવ્યું હતું કે, પ્રિયંકાને અટક કરીને એક રેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા બાદમાં ધરપકડ કરાયા છતાં રેસ્ટહાઉસને સબજેલ કે પોલીસ સ્ટેશન જાહેર કરવું જોઈએ પણ એવું થયું નથી.

એટલે એમની ધરપકડ ગેરકાયદે કેહવાય. લખીમપુરખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાની ઘટના ભયાનક ગણાવતા નિવૃત જસ્ટિસે જણાવ્યું હતું કે, આ ઘટના હત્યાની છે.

તેની ઊંડી તપાસ થવી જોઈએ. હજુ સુધી મૂળ અપરાધીઓની ધરપકડ કરવી જોઈએ એ કામ પહેલું કરવાનું હોય છે.

દરમિયાન પ્રિયંકાની ધરપકડને મામલે રાજકારણ વધુ ગરમાયુ છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ આજે લખીમપુરખીરી જઈ રહ્યા છે. તેમણે પાંચ સભ્યનાં ડેલીગેશન માટે યુ.પી. સરકારની મંજૂરી માંગી છે.

પ્રિયંકા ગાંધીએ ખૂદ એવો પડકાર કર્યો હતો કે આજીવન મને ગોંધી રાખે તો પણ હુ ડરતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે મને ગેરકાયદે ગોંધી રાખવામાં આવી છે અને મારા વકીલને પણ મળવા દીધી નથી.

કઈ કલમ હેઠળ મારી ધરપકડ કરવામાં આવી છે એ પણ મને બતાવવામાં આવ્યું નથી. હત્યા કેસ હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

ગઈકાલે પંજાબ કોંગ્રેસનાં નેતા નવજોતસિંહ સિધ્ધુએ ચેતવણી આપી હતી કે જો યુ.પી. સરકાર પ્રિયંકાને મુક્ત નહીં કરે તો પંજાબ કોંગ્રેસ દ્વારા લખીમપુરખીરી સુધી કુંચ લઇ જવામાં આવશે.

અમારા નેતા પ્રિયંકા ગાંધી ખેડૂતો માટે લડી રહ્યા છે જો એમને મુક્ત નહીં કરાય અને ખેડૂતોની પાશવી હત્યાનાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો પંજાબથી લખીમપુર સુધી પંજાબ કોંગ્રેસ કુંચ લઇ જશે.

Read About Weather here

નવાઈની વાત એ છે કે ખેડૂતોની હત્યાની ઘટનામાં કેન્દ્રીયમંત્રીનાં દીકરા સામે એફ.આઈ.આર પણ નોંધવામાં આવી છે છતાં તેની ધરપકડ કરવામાં આવી નથી.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here