પ્રાકૃતિક ખેતીથી જમીનને ફરી ફળદ્રુપ બનાવો: રાજ્યપાલનું આહ્વાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ ખાતે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના આયોજન માટે અભિનંદન પાઠવીને રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નથી ત્યાં સુધી ભારત સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની શકશે નહીં. ત્યારે ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી વધુ ગુણવત્તાયુક્ત કૃષિપેદાશોનું ઉત્પાદન કરે અને આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પુરી રીતે સહયોગ આપી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાસાયણિક ખેતીને કારણે બિન ઉપજાઉ થયેલી જમીનને પ્રાકૃતિક ખેતી થકી ઉપજાઉ બનાવવા માટે ખેડૂતોને આહવાન કરતા રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યુરિયા, ડી.એન.એ અને પોટેશિયમ જેવા રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે. ત્યારે જમીનને ફરી જીવંત કરવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક ખેતી. શરૂઆતમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટશે પરંતુ આગળ જતા પેદાશોની ગુણવતા અને ઉત્પાદનનું પ્રમાણમાં ખાસ્સો વધારો થશે. રાસાયણિક ખાતરોને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઝીરો થઈ ગયું છે. પરંતુ માત્ર એક વર્ષ પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધેલું જણાશે.
ભવિષ્યની પેઢીને ફળદ્રુપ જમીન, સ્વચ્છ પાણી અને તંદુરસ્ત હવા આપવાની જવાબદારી આપણા સૌની છે. જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને વાફસા થકી જમીનને ફરી જીવંત કરી શકીએ છીએ. ગુજરાત રાજ્યને પ્રાકૃતિક ખેતી માટે દેશમાં અગ્રેસર બનવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું.

Read About Weather here

આ પ્રસંગે સેન્દ્રીય ખાતરના મહત્વ વિશે વાત કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કે.વી.કે.ના વડા ડો. જી.વી.મારવિયાએ ખેડૂતોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આઝાદી પૂર્વે આપણાં વડવાઓ કુદરતી રીતે ખેતી કરતા હતા પરંતુ આઝાદી બાદ આપણે સૌ ઉત્પાદન વધારવા માટે વધુ પડતાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ. હવે ફરી એ સમય આવી ગયો છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. આઝાદી પહેલાં આપણે કૃષિમાં પરાવલંબી હતા પરંતુ હવે પ્રાકૃતિક ખેતી કરીને સ્વાવલંબી બનવાનું છે. જમીન એ જીવંત વસ્તુ છે ત્યારે જમીનને જીવંત રાખવા માટે સેન્દ્રીય ખાતર મહત્વની ભૂમિકા ભજવે છે. સેન્દ્રીય ખાતરની અંદર રહેલાં સૂક્ષ્મ તત્વો મુખ્ય તત્વોને શક્તિ પુરી પાડે છે અને જમીનના બંધારણને ફળદ્રુપ રાખે છે. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, અગ્રણી વલ્લભભાઈ કથીરીયા, સંયુક્ત ખેતી નિયામક એસ.કે.જોશી સહિતનાં અઘિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here