પ્રદુષણ ઓકતી ગેરકાયદેસર ધમધમતી ભઠૃીઓ

પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં નિયમોને નેવે મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેનો તાજેતરનો નમુનો છે આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પશુરામ ઇન્સ્ટ્રીઝમ આ જમીન સુચીત હોવા છતાં પણ અહી અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે. કારખાનો મોટે ભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન સુચીત છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે એકપણ નિયમમાં બંધ બેસતુ જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે. લોખંડ ઓગાળવામાં આવે છે આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું હોવાને કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં આવતા હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે. તેને કોઇ રોકવાવાળું પણ નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખુબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ ઢગલો કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવા વાળુ છે જ નહીં કે શું???

Read About Weather here

વિચારવા જેવી વાત તો એ છે કે શું આ પ્રદુષણ પોલ્યુશન બોર્ડને નહીં દેખાતું હોય?? પ્રદુષણ સામે પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવુ ચીત્ર સામે આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે ધમધમતી આ ભઠ્ઠીઓને રોકવી ખુબ જ જરૂરી છે કારણ કે આગળ જતા ખુબ જ નુકશાન કારક શાબીત થઇ શકે છે.આગામી દિવસોમાં આ કારખાનોઓ વિરૂધ્ધ અને તેને છાવરતા લોકો અને અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ થઇ શકે તેવા ભણકારા થઇ રહ્યા છે. અમુક લોકો કારાખાનાઓને બંધ કરવા માટે પીટીશીનની તૈયારી કરતા હોય તેવું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખુબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે અને કારખાનોને તાત્કાલીક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here