પોલીસ હેડકવાર્ટર ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા પ્રદર્શન: પોલીસ તાલીમાર્થીઓને પણ બે દિવસ તાલીમ અપાઇ

પોલીસ હેડકવાર્ટર ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા પ્રદર્શન: પોલીસ તાલીમાર્થીઓને પણ બે દિવસ તાલીમ અપાઇ
પોલીસ હેડકવાર્ટર ખાતે રેપિડ એક્શન ફોર્સ દ્વારા પ્રદર્શન: પોલીસ તાલીમાર્થીઓને પણ બે દિવસ તાલીમ અપાઇ

રાઇટ ક્ધટ્રોલ, ગેસ એલીમેન્ટ, ફાયર ક્ધટ્રોલ એલીમેન્ટના ડેમો રજૂ કરાયા: પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા: આરપીએફ કમાન્ડર ગોવિંદપ્રસાદ નિહાલ 100 જવાનો સાથે રાજકોટ જીલ્લાની મુલાકાતે

કોઇપણ સ્થળે કોઇપણ કારણોસર હુલ્લડ તોફાનની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે આવા સંજોગામાં સ્થિતિ કઇ રીતે થાળે પાડવી, ટોળાને કઇ રીતે વીખેરવા અને કાબુમાં લેવા? તેનું નિદર્શન ડેમો સાથે રેપીડ એક્શન ફોર્સના જવાનોએ આજે શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલિમાર્થીઓને પણ આરપીએફ દ્વારા બે દિવસની તાલિમ આપવામાં આવી હતી. આ ટીમે મોક ડ્રીલ યોજી શષાોનું પ્રદર્શન પણ રજુ કર્યુ હતું. શહેર પોલીસ કમિશન રાજુ ભાર્ગવએ જણાવ્યું હતું કે શહેરમાં જ્યારે પણ કોઇ હુલ્લડની પરિસ્થિતિ સર્જાય ત્યારે તેમાં સામેલ ટોળાઓને કઇ રીતે કાબૂમાં લેવા અને કઇ રીતે પરિસ્થિતિને થાળે પાડવી તેની કામગીરીનું નિદર્શન આજે આરપીએફના કમાન્ડરશ્રી ગોવિંદપ્રસાદ નીહાલ અને તેમની ટીમના 100 જવાનોએ રજુ કર્યુ હતું. જેમાં આરપીએફ પ્લાટૂન દ્વારા રાઇટ ક્ધટ્રોલ, ગેસ એલીમેન્ટ અને ફાયર ક્ધટ્રોલ એલીમેન્ટ એમ ત્રણ ડેમો રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ શષાોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ ટોળા વિખેરવા માટે વ્રજ વાહનનો ઉપયોગ પણ કરતી હોય છે. આરપીએફના કમાન્ડર તેમના સો જવાનો સાથે હાલમાં એક અઠવાડીયાથી રાજકોટ જીલ્લાની મુલાકાતે આવ્યા છે. તેમની ટીમો શહેર જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત લઇ વિસ્તારોથી પરિચીત થાય છે તેમજ બીજી માહિતી મેળવે છે. આજે આરપીએફની આ ટીમોએ અલગ અલગ ડેમો આપી એ સમજાવ્યું હતું કે હુલ્લડની પરિસ્થિતિ વખતે ટોળાને વિખેરવા માટે કઇ રીતે કામગીરી થઇ શકે. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી પૂજા યાદવ તમામ એસીપીઓ, તમામ પીઆઇઓ તેમજ પીએસઆઇ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here