પોલીસ-વકીલ વચ્ચે માથાકૂટ…!

પોલીસ-વકીલ વચ્ચે માથાકૂટ…!
પોલીસ-વકીલ વચ્ચે માથાકૂટ…!
શહેરના હોસ્પિટલ ચોક નજીક કોર્ટની બાજુમાં રસ્તા પર સાઇડમાં વકીલોએ પાર્ક કરેલી કાર પર ટ્રાફિકશાખા ખાબકી હતી અને એકસાથે 25થી વધુ કારને લોક કરી દેતા વકીલોમાં હોબાળો મચી ગયો હતો, ટ્રાફિક પોલીસ અને વકીલો વચ્ચે અા મામલે તુતું મેંમેં પણ થઇ હતી અને અંતે તમામ લોક ખોલી દેવાયા હતા, જોકે શહેરમાં પાર્કિંગની જગ્યા નક્કી કરવામાં તેમજ નિયમોનું પાલન કરાવવામાં મહાનગરપાલિકા અને પોલીસતંત્ર નિષ્ફળ જતાં ટ્રાફિક સમસ્યા રોજીંદી બની છે અને જ્યાં સુધી સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં નહી આવે ત્યાં સુધી ઘર્ષણ થતાં રહેશે.

Read About Weather here

હોસ્પિટલ ચોક નજીક કોર્ટની બહાર રસ્તાની સાઇડમાં વકીલોએ પાર્ક કરેલી કારમાં ટ્રાફિક શાખાએ લોક લગાવવાનું શરૂ કરતાં વકીલો કોર્ટ સંકુલની બહાર દોડી આવ્યા હતા અને થોડી જ ક્ષણમાં 200 જેટલા વકીલો એકઠા થઇ ગયા હતા અને ટ્રાફિક શાખાના પીઆઇ સહિતના સ્ટાફ સહિતનાઓ સાથે જામી પડી હતી. સિનિયર એડવોકેટ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, વરસાદી માહોલ હોવાને કારણે અનેક વકીલો ટુવ્હિલરને બદલે કાર લઇને આવ્યા હતા અને કોર્ટનું પાર્કિંગ ફુલ થઇ જવાને કારણે કોર્ટની બહાર રસ્તાની સાઇડમાં કાર પાર્ક કરી હતી.

એડવોકેટ દિલીપ પટેલ સહિતના વકીલોએ રૂઆબ જમાવી રહેલા ટ્રાફિક શાખાના પીઆઇ ઝણકાંત સહિતના સ્ટાફને હોસ્પિટલ ચોકમાં રસ્તા પર દબાણ કરીને મુસાફરો ભરતા વાહન ચાલકોને દૂર કરવાનું કહેતા ટ્રાફિક શાખાના અધિકારીઓ સહિતનાઓએ મૌન સેવી લીધું હતું અને વકીલોની કારના લોક ખોલી નાખ્યા હતા. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શહેરમાં જ્યાં 100થી વધુ લોકોની અવરજવર રહે છે ત્યાં વાહન પાર્કિંગની કોઈ સુવિધા જ નથી માટે રોજ માથાકૂટ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાફિક શાખાની ટીમે એક સાથે 25 જેટલી કારને લોક કરવાનું શરૂ કરી દીધું હતું, ટ્રાફિક શાખાના પીઆઇ ઝણકાંતને આ મામલે પૃચ્છા કરતા તેમણે જજની ફરિયાદને પગલે કાર્યવાહી કર્યાનો બચાવ કર્યો હતો, જોકે વકીલો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ મામલો લઇ જતાં ફાસ્ટટ્રેક કોર્ટના જજે તે કોર્ટ પાસે ગેરકાયદે પસાર થતાં ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની અગાઉ ફરિયાદ કર્યાનું ખુલ્યું હતું અને ટ્રાફિક શાખાએ રસ્તાની સાઇડમાં પાર્ક કરેલી વકીલોની કારને ટાર્ગેટ બનાવ્યાનું ખુલ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here