પોલીસ પર 33 વ્યકિતઓએ હુમલો કર્યો…!

પોલીસ પર 33 વ્યકિતઓએ હુમલો કર્યો...!
પોલીસ પર 33 વ્યકિતઓએ હુમલો કર્યો...!

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ખાંભાણા ગામની સીમમાં ચાલતી પવનચક્કીની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર ખાંભાળા ગામના માલધારીઓએ અચાનક હુમલો કરી દીધો હતો,

Visit Saurashtra Kranti Homepage here

વાંકાનેરના ખંભાળા ગામે પવનચકીની તપાસમાં ગયેલ વાંકાનેરના પીઆઇ તથા પોલીસ ટીમ ઉપર હૂમલો કરી ફરજમાં રૂકાવટ કરનાર ૩૩ વ્યકિતઓ સામે ગુન્હો દાખલ કરાયો છે.

જેમાં વાંકાનેર સીટી પીઆઈ સરવૈયા પર લાકડી વડે હુમલો થતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને માથાના ભાગે સાતથી આઠ ટાંકા આવતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયેલ છે.

આ બનાવમાં પીઆઈ સરવૈયા સહિત અન્ય એક શખ્સને પણ ઇજા પહોંચી હતી જેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ બન્ને ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે બનાવ જાણ થતા મોરબી એલસીબી અને એસઓજીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

દરમિયાન ઇજાગ્રસ્ત પી.આઇ. સરવૈયાની ફરિયાદ ઉપરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી રમોશ અઠ્ઠા, મોના જીવણ, ગોપાલ મોના, મોહન જીવણ, કાના હમીર, તેજા જીવણ.

કૃણાલ મોમ, રામા ઉર્ફે ઉકો તેની, ગુણા મોમા, ધના થોભણા, માધા ભારા, રમેશ મશરૂ, મિંયા પાંચા, છેલા ધારા, વસ્તા પાંચા, રાજુ ધારા, ભૂપત ભલા, બાબુ ભલા, વાલા ભલા, જગા હમીર, છેલા મુળા, પાંચા મુળા, રણછોડ મોના, જીત્તા મોના, કાનો થોભણ,

Read About Weather here

ત્રણ અજાણ્યા પુરૂષો તથા પાંચ અજાણી મહિલા સહિત ૩૩ વ્યકિતઓ સામે આઇપીસી ૩૩ર, ૩૩૩, ૩પ૩, ૧૮૬, પ૦૬ (ર), ૧૪૭, ૧૪૮ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here