પોલીસકર્મી જ બુટલેગર નીકળ્યો…!

પોલીસકર્મી જ બુટલેગર નીકળ્યો...!
પોલીસકર્મી જ બુટલેગર નીકળ્યો...!

ભિલોડા પોલીસને બાતમી મળી હતી કે ચિઠોડા તરફથી ભિલોડા બાજુ સફેદ કલરની અરટીગા નંબર વિનાની વિદેશી દારૂ લઇ આવી રહી છે. ભિલોડા પોલીસે આ બાતમીના આધારે ભિલોડાના ટાકાટુકા નજીક આવેલ બુઢેલી નદીના નવા પુલ ઉપર બાતમીવાળી કારને ઉભી રખાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભિલોડા પોલીસે ચિઠોડા બાજુથી ભિલોડા તરફ આવતી નંબર વિનાની સફેદ કલરની અરટીગા કારમાં વિદેશી દારૂ લઇ જવાઈ રહ્યાની બાતમીના આધારે રેડ કરતાં પોલીસે હિંમતનગર એ

ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ અતુલકુમાર જીતેન્દ્રભાઈ મોઢ પટેલ દારૂની હેરાફેરી કરતાં દબોચી લીધો હતો. જ્યારે કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

કારમાંથી ડ્રાઈવર સાઈડમાં બેઠેલા શખ્સે નીચે ઉતરીને પોતે અતુલકુમાર જીતેન્દ્રભાઈ મોઢ પટેલ કે જેણે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હોવાનું જણાવીને પોતાની ઓળખ કાર્ડ બતાવવા ઉતરતાં પોલીસે તેને પકડી લીધો હતો.

દરમિયાન ભિલોડા પોલીસને શક જતાં કારના કાચ ખોલવાનું કહેતા ડ્રાયવરે કાચ ખોલ્યા ન હતા. થોડીવાર પછી કાચ ખોલતાં અંદર કોથળામાં વિદેશી દારૂની પેટીઓ પેક કરેલી દેખાઈ હતી.

આ દરમિયાન ચાલક કારને ધોલવાણી ત્રણ રસ્તા તરફ લઇ ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કરતાં ધનસોરમાં કાર લોક કરી ચાલક કારમૂકીને ફરાર થઇ ગયો હતો. જે કારની આશરે કિં. 4 લાખ વિદેશી દારૂ અને કાર સાથેના 4,50,480 કુલ મુદ્દામાલ

સાથે પોલીસ કોન્સ્ટેબલ વિજયનગરના દઢવાવના અતુલકુમાર જીતેન્દ્રભાઈ મોઢ પટેલ તેમજ કાર મૂકી ફરાર થઇ જનાર મયુર ડામોર રહે. શામળાજી તા. ભિલોડા સામે ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી હતી.

Read About Weather here

કારની અંદરથી વિદેશી દારૂની 60 બોટલો જેની કુલ કિં. 46980 તેમજ કારમાંથી નંબર પ્લેટ જેના ઉપર જીજે 09બી એફ 2784 નંબર લખેલો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here