પોરબંદર જિલ્લાના ખેડૂતો તા.28 ફેબ્રુઆરી સુધી તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2022-23 ખરીફ/રવિ પાકમાં તુવેર પાક માટે રૂ. 6600 અને ચણા પાક માટે રૂ.5335 ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
જેની ખરીદી તા.10 માર્ચથી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.28 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ઇ-ગ્રામ કેન્દ્રો પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર 7 અને 8-અ, ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ તેમજ પાક વાવણી અંગેના પુરાવા માટે ગામના નંબર 7-12 અથવા તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અને કેન્સલ ચેક પોતાની સાથે લઇ જવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here