દાતાઓના સહકારથી સમાજને મળી એક નવી સુવિધા
સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયાની જ્ઞાતિની વંડીના અદ્યતન એસી હોલનુું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન મહા શિવરાત્રીના દિવસે મુખ્ય દાતા તેમજ જ્ઞાતિના પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
પોરબંદર શહેર રૂપાળીબા બાગ સામે આવેલી ખવાસ જ્ઞાતિની વાડીનું આધુનીકરણ કરવામાં આવ્યું છે. જ્ઞાતિની વાડીમાં બીજા માળે આવેલા દેસળદેવ હોલને એસી હોલ બનાવવામાં આવ્યો છે. આ માટે જ્ઞાતિના દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું અને ટુંકા ગાળામાં જ આ એસી હોલ તૈયાર કરવામાં આવ્યો હતો. મહા શિવરાત્રીના પર્વના દિવસે જ્ઞાતિનીવાડીમાં આવેલા બિલનાથ મહાદેવને નૂતન ધ્વજારોહણ કર્યા બાદ સાંજે 4 કલાકે એસી હોલનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં એસી હોલનું ઉદ્ઘાટન હીમાશુભાઈ એરડા તથા દુલ્હન હોલનું ઉદ્ઘાટન શારદાબેન પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ દાતાઓની તખતીનું અનાવરણ, જ્ઞાતિના પ્રમુખ વજુભાઈ એરડા તેમજ પૂર્વ પ્રમુખ પોપટભાઈ દેસારીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસી હોલ માટે અનુદાન આપનાર પ0થી પણ વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના સંત દેવુંભગતની છબી તેમજ સન્માનપત્ર આપીને દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શબ્દોથી સ્વાગત વિમલભાઈ એરડાએ કર્યુ હતું.
Read Saurashtra Kranti E-Paper here
ત્યારબાદ યુવા સંગઠનના દિનેશભાઈ પરમારને એસી હોલના નિર્માણ કાર્યને લઈને તેમજ એસી હોલના ભાડા સહિતની સંપુર્ણ વિગત જ્ઞાતિજનો સમક્ષ રજૂ કરી હતી.
પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતીના વિકાસ માટેની પહેલ સફળ રહી છે એસી હોલના નિમાર્ણ માટે દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યુ હતુ અને કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here