પોરબંદર ચોપાટી ઉપર યુવાનો સાથે ડખો કરનાર બુટલેગર કોંગ્રેસનો જ સક્રિય કાર્યકર: ભાજપનો પર્દાફાશ

પોરબંદર ચોપાટી ઉપર યુવાનો સાથે ડખો કરનાર બુટલેગર કોંગ્રેસનો જ સક્રિય કાર્યકર: ભાજપનો પદાફાર્શ
પોરબંદર ચોપાટી ઉપર યુવાનો સાથે ડખો કરનાર બુટલેગર કોંગ્રેસનો જ સક્રિય કાર્યકર: ભાજપનો પદાફાર્શ

બુટલેગર વિરૂધ્ધ કંઇ બોલવાને બદલે પીડિત પરિવારની સહાનુભૂતિ મેળવતા કોંગ્રેસના ધારાસભ્ય: ભાજપ

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગર પવન ચામડીયાએ ચોપાટી ઉપર ત્રણ યુવાનોને બેકામ માર માર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય પીડિત પરિવારની મુલાકાત લેવા પહોંચી ગયા હતા

Visit Saurashtra Kranti Homepage here

આ બાબતે જિલ્લા ભાજપ, પોરબંદરના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાએ પર્દાફાશ કરતાં જણાવે છે કે, ચોપાટી ઉપર યુવાનો સાથે ડખો કરનાર નામચીન બુટલેગર બીજો કોઈ નહીં પરંતુ ખુદ કોંગ્રેસનો જ સક્રિય કાર્યકર હોવાનું બાર આવવા પામેલ છે. આથી કોંગ્રેસના કાર્યકર એવા બુટલેગર વિરૂધ્ધ કાંઈ બોલવાને બદલે પીડીત પરિવારની સહનુભૂતિ મેળવવા ધારાસભ્ય મગરના આંસુ સારવા આશ્ર્ચર્યજનક રીતે પીડિત પરિવારના ઘરે પહોંચી જતાં ધારાસભ્ય હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાય જવા પામેલ છે.

Read About Weather here

યુવાનો સાથે ડખો કરનાર નામચીન બુટલેગર પવન ચામડીયા કોંગ્રેસનો સક્રિય કાર્યકર હોવા અંગેની સાબિતિ રૂપે ભાજપના આગેવાને બુટલેગર પવન ચામડીયાનો કોંગ્રેસના ધારાસભ્ય સાથેનો ફોટો પણ રજૂ કરેલ છે. કોંગ્રેસના ધારાસભ્યએ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આંદોલન કરતા પહેલા કોંગ્રેસના સક્રિય કાર્યકર એવા બુટલેગર પવન ચામડીયા વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષકને પોતાની પાર્ટી તરફથી આવેદન આપવાની જરૂર છે. તો જ પીડિત પરિવારને સાચો ન્યાય મળવા પામશે. સાથે સાથે બુટલેગર પવન ચામડીયા વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહો થાય તેવી માંગણી કરાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here