પોરબંદરમાં ઉધરસનો ઈલાજ લોઢાના સળિયાથી ડામ દઈને કરાયો

પોરબંદરમાં ઉધરસનો ઈલાજ લોઢાના સળિયાથી ડામ દઈને કરાયો
પોરબંદરમાં ઉધરસનો ઈલાજ લોઢાના સળિયાથી ડામ દઈને કરાયો

માં તથા ડામ દેનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

પોરબંદરમાં ઉધરસનો ઈલાજ લોઢાના સળિયાથી ડામ દઈને કરાયો ઉધરસનો ઈલાજ
પોરબંદરમાં બખરલા ગામે રહેતા એક પરિવારની બે મહિનાની બાળકીને ઉધરસ થઈ હતી સામાન્ય રીતે ઉધરસ થતા લોકો દવા લેતા હોય છે પરંતુ આ પરિવારોએ એક શખ્સ પાસે જઈ બાળકીને ડામ દેવડાવ્યો હતો આથી બાળકીની તબિયત વધુ બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં બાળકીની માતા તથા ડામદેનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના કાટવાણા ગામની માલદે વારી સીમમાં રહેતા એક પરિવારની બે માસની દીકરીને ઉધરસના કારણે તા.9 ફેબ્રુઆરીના રોજ તબિયત લથડતા સારવાર વખતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જ્યાં ડોક્ટર જય બદિયાણીએ ચેકઅપ કરતા બાળકીને છાતીના ભાગે ડામ દીધા હોવાનું જણાતા તેના કારણે બાળકીની તબિયત વધુ ગંભીર થઈ હતી. આ બાબતે પોરબંદર ડીવાયએસપી સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે, બાળકીને સામાન્ય કફ અને ઉધરસ થઈ હતી જેથી બાળકીની માતાએ ઘર પર સ્થાનિક ઈલાજ કર્યો હતો. પરંતુ કોઈ ફેર ન પડતા તેને દેવરાજ કટારા નામના શખ્સ પાસે લઈ ગઈ હતી. દેવરાજ કટારાએ બાળકીની છાતી અને પેટ પર લોઢાના સળિયાથી ડામ દીધો હતો.

Read About Weather here

પરંતુ તેનાથી રાહત ન મળી અને બાળકીની તબિયત વધુ લથડતા તેને પોરબંદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી 12 ફેબ્રુઆરીના રોજ પોરબંદરના રોજ બાળકીને તબીબ જય બદિયાણીએ બાળકીની તપાસ કરતા તેને ડામ દીધા હોવાનું માલુમ પડતા મામલો સામે આવ્યો હતો. ડોક્ટર જય બદિયાણીએ બાળકીને આઈસીયુ ઉપર રાખી હતી. હાલ બાળકીની હાલત સ્વસ્થ છે અને બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ કરતા બાળકીને ડામ દેનાર દેવરાજ કટારા અને એની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય હતી. દેવરાજ કટારાને પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમ ડિવાયએસ પી સુરજીત મહેડુંએ જણાવ્યું હતું. ત્યારે અંધશ્રદ્ધાના કારણે મહિલાએ ભરેલ એક પગલાંના કારણે બાળકી જીવન મુશ્કેલીમાં મુકાતા આ ઘટનાથી લોકો સજાગ રહે અને સામાન્ય બીમાર થાય તો પ્રથમ નજીક હોસ્પિટલમાં તબીબ પાસે સારવાર કરાવવી તેમ તબીબ જય બદીયાણીએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here