વીજચોરી માટે વપરાયેલા સાઘનો કબ્જે કરી 91 લાખનો દંડ ફટકારાયો
ગઇકાલ તા. 13ના રોજ પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા રેકી કરી અને મળેલી માહિતીના આધારે પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા બળે જ ગામમાં વહેલી સવારના સમયમાં ખાણ વિસ્તારમાં 4 વીજ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં બાલુ મેરામણ કેશવાલાની ખાણમાં વીજ ચેકિંગ કરતા તેઓ પીજીવીસીએલની 11 કેવી લાઈનમાં 100 કેવીનું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મુકી ડાયરેક્ટ લંગરીયું નાખી ગેરકાયદેસર વીજ વપરાશ કરતા પકડાયેલ હતા, જેથી કંપનીના નિયમ મુજબ વીજ ચોરી અંગેની કાર્યવાહી કરી.91 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે અને પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. તેમજ ત્રીજ ચોરી માટે વપરાશમાં લેવાયેલ 100 કેવીનું એક પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર તથા 105 મીટરનો વીજ વાયર જપ્ત કરવામાં આવેલ છે.
Read About Weather here
તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ સ્થળ પર તેમની ખાતાકીય કાર્યવાહી કરી અને પથ્થર કટીંગ માટે વપરાતી 6 ચકરડી મશીન, ર ટ્રક અને ર ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here