પોરબંદરના ધારાસભ્ય મોઢવાડીયા બન્યા એક દિવસના શિક્ષક

પોરબંદરના ધારાસભ્ય મોઢવાડીયા બન્યા એક દિવસના શિક્ષક
પોરબંદરના ધારાસભ્ય મોઢવાડીયા બન્યા એક દિવસના શિક્ષક

એમ.કે.ગાંધી સ્કૂલના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી

પોરબંદર અને ગુજરાતની પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા માટે હંમેશા ગુજરાત વિધાનસભામાં ગર્જના કરનાર ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ જન્મદિવસની ઉજવણી સ્કૂલના બાળકો સાથે કરી,એક દિવસના શિક્ષક બની સ્કુલમાં બાળકોને ભવિષ્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. વર્ગખંડમા બાળકો સાથે કેક કટિંગ કરતા તાડીઓના ગડગડાટ અને Happy Birthday ની ગુંજ વર્ગખંડમા ગુંજી ઉઠી.

Visit Saurashtra Kranti Homepage here

ધારાસભ્ય હંમેશા શિક્ષણ પ્રેમી રહ્યા છે શિક્ષણને હંમેશા પોરબંદર પંથમાં પણ અગ્રિમતા આપી છે. તેમના જન્મદિવસની ઉજવણી એમ.કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધો.8 ની વિદ્યાર્થીનીઓ સાથે કરી.. વર્ગખંડમા 30 મિનિટનો એક વિષય પર લેક્ચર ધારાસભ્ય દ્વારા લેવામાં આવ્યો.હંમેશા બાળકો/વિધાર્થીઓ પાસેથી કઇ શીખવા મળતું હોય છે તેવું ધારાસભ્ય એ જણાવ્યું, એમ.કે ગાંધી ઇંગ્લિશ મિડીયા સ્કૂલમાં શિક્ષકો સાથે પણ સ્કુલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી સ્કુલમાં કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તે માટે થઇ વિધાનસભામાં સરકાર સમક્ષ રજૂઆત કરશે. ગ્રાન્ટની માધ્યમિકમા પણ બિલ્ડિંગ બાબતે વ્યવસ્થા કરવા તેમજ નવી બિલ્ડીંગ માટે સરકાર પાસે રજૂઆત કરી વહેલી તકે મળી રહે તે માટે પુરતા પ્રયાસ કરવામાં આશ્ર્વાસન આપવામા આવ્યું હતું.શિક્ષકો દ્વારા પણ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાનું પુષ્પગુછ તેમજ સાલ ઓઢાળી અભિવાદન કરી જન્મદિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here