ભુલથી ગેસ ચાલુ રહી જતાં સવારે સાડા પાંચે સંજયભાઇ સિતાપરાએ ચા બનાવવા લાઇટર કરતાં જ ધડાકા સાથે ભડકો: બચાવવા જતાં પત્નિ ગીતાબેન સિતાપરા પણ દાઝ્યા
શહેરના સામા કાંઠે પેડક રોડ પર ગાંધીસ્મૃતિ સોસાયટી-3માં મારૂતિ મધરલેન્ડ સ્કૂલ સામે ચામુંડા પ્રોવિઝન સ્ટોરવાળી શેરીમાં આવેલા મકાનમાં ગેસ લિકેજને કારણે ધડાકા સાથે આગ લાગતાં દંપતિ દાઝી ગયું હતું અને ઘરવખરી પણ સળગી ગઇ હતી. રાતે ગેસ બંધ કરતાં ભુલાઇ ગયું હોઇ આખી રાત રૂમમાં ગેસ લિક થઇને ભરાયો હતો. વહેલી સવારે પતિએ ચા બનાવવા માટે લાઇટર કરતાં જ ધડાકા સાથે આગ લાગી હતી. તેમને બચાવવા જતાં પત્નિ પણ દાઝ્યા હતાં જાણવા મળ્યા મુજબ ગાંધી સ્મૃતિ-3માં રહેતાં સંજયભાઇ જયંતિભાઇ સિતાપરા (ઉ.વ.50) અને તેમના પત્નિ ગીતાબેન સંજયભાઇ સિતાપરા (ઉ.વ.48) વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
હોસ્પિટલના બિછાનેથી સંજયભાઇ સિતાપરાએ જણાવ્યું હતું કે હું રીક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વહેલી સવારે મારે ભાડા કરવા જવું હોઇ હું સાડા પાંચેક વાગ્યે જાગીને રસોડામાં ચા બનાવવા માટે ગયો હતો. ગેસ રેગ્યુલેટર ચાલુ કરી લાઇટરને સ્પાર્ક આપતાં જ ધડાકો થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી. જેમાં હું લપેટાઇ ગયો હતો. દેકારો સાંભળી મારા પત્નિ ગીતા સિતાપરા છેલ્લા રૂમમાં હોઇ તે મને બચાવવા દોડી આવતાં તેણી પણ દાઝી ગયા હતાં. આગને કારણે આખા ઘરમાં ઘરવખરીને પણ નુકસાન થયું હતું. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. તેમ વધુમાં સંજયભાઇએ કહ્યું હતું. ગીતાબેને પણ ગેસ લિકેજને કારણે જ આગ લાગી હોવાનું કહ્યું હતું. બી-ડિવીઝન પોલીસ મથકના હિતેષભાઇ કોઠીવાર સહિતે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ પુછતાછમાં પણ દંપતિએ આગ ગેસ લિકેજને કારણે ભભૂકી હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ જરૂર જણાયે એફએસએલની મદદથી તપાસ કરાવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here