પૂર્વ પત્નીના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

પૂર્વ પત્નીના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
પૂર્વ પત્નીના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
પૂર્વ પત્ની પ્રીતિ, તેના માવતર પક્ષ, વકીલ સહિત 10નો ત્રાસ હોવાનો પાંચ પેજની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ: એ- ડિવિઝનના એએસઆઈ સામે પણ આક્ષેપો
રાજકોટ: રામનાથપરામાં રહેતા ભૌતિક મહેશભાઈ ઉભડિયા નામના 23 વર્ષના યુવાને આપઘાત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમાં તપાસ કરતા ચોંકવનારા ખુલાસાઓ થયા છે. આ યુવાને પાંચેક મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં છૂટાછેડા લીધા હતાં. આ કારણે પૂર્વ પત્ની સહિતના ગાળો દઈ ધમકી આપી હેરાન કરતા હોવાથી તે મરી જવા મજબૂર થયાનું ખુલ્યું છે.

તેણે પાંચ પેજની સુસાઇડ નોટ લખી છે. જેમાં ચોંકાવનારા આક્ષેપો છે.

આ બનાવમાં એ ડિવિઝન પોલીસે આપઘાત કરનાર ભૌતિકના પિતા મહેશભાઈ ભગવાનભાઈ ઉભડિયા પ્રજાપતિ (ઉ.વ. 50-રહે. રામનાથપરા 15, નકલંક સ્વીટ માર્ટ)ની ફરિયાદ પરથી ભૌતિકની પૂર્વ પત્ની પ્રીતિ, પ્રીતિના મમ્મી, પ્રીતિના પપ્પા,

કેવિન પીપરવા, રાહુલ ખુમાન, પ્રશાંત લોખીલ, હાર્દિક ડાંગર, દેવાંગ હરિયાણી, એડવોકેટ દેવમુરારી અને આર. આર. સોલંકી તથા તપાસમાં ખુલે તેની સામે આઈપીસી 406, 504, 506 (2), 114 મુજબ બધાએ એકસંપ કરી ફરિયાદીના દીકરા ભૌતિકને મરી જવું પડે તેવા સંજોગો ઉભા કર્યાનો ગુનો નોંધ્યો છે.

ફરીયાદમાં આરોપ મૂકાયો છે કે ફરીયાદીના દિકરા મૃત્યુ પામનાર ભૌતીક ઉભડીયાએ પ્રીતિ સાથે સાથે પાંચેક માસ પહેલા પ્રેમલગ્ન કરેલ અને બાદમા ત્રણેક માસ પહેલા છૂટાછેડા લીધેલ હતા.

Read About Weather here

દ્વારા ભૌતિકને ગાળો આપી તેમજ સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ભૌતિકને મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરી મરવા માટે પ્રેરીત કરી ત્રાસ આપતા.વકીલ, એએસઆઈ સહિતની સામે આક્ષેપો હોઈ પીઆઇ સી.જી. જોશી અને ટીમે ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here